Corona: બાળકોને વેક્સીનેશન બાદ આ વસ્તુનું સેવન ન કરવા દેતા...ભારત બાયોટેકે આપી સલાહ
કંપનીએ કહ્યું કે 30,000 લોકો પર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી લગભગ 10-20% લોકો પર આડઅસર જોવા મળી છે. જેમાંથી મોટાભાગના લોકો પર હળવી આડઅસર જોવા મળી હતી.
Trending Photos
નવી દિલ્હી: કેટલાક રસીકરણ કેન્દ્રો બાળકો માટે COVAXIN ના ડોઝ બાદ 3 પેરાસિટામોલ 500 મિલિગ્રામની ગોળીઓ લેવાની સલાહ આપે છે. જ્યારે આ રસી બનાવનારી કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે કોવેક્સીનની રસી લીધા બાદ કોઈ પણ પેરાસિટામોલ કે પેન કિલર ગોળી લેવી જોઈએ નહીં.
કંપનીએ આ માટે નિવેદન બહાર પાડ્યું
ભારત બાયોટેક દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન મુજબ પેરાસિટામોલ કે પેન કિલર દવાઓ જે બાળકોને હાલ કોવેક્સીનનો ડોઝ આપવામાં આવી રહ્યો છે તેમના માટે ઠીક નથી. ભારત બાયોટેકનું કહેવું છે કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા આપવી જોઈએ.
#bharatbiotech #covaxin #covid #covid19vacccine #immunization #vaccination #childrensafety #clinicaltrials #vaccinatedandhappy pic.twitter.com/Pri0u0UlFe
— BharatBiotech (@BharatBiotech) January 5, 2022
બાળકોમાં આડઅસર
કંપનીએ કહ્યું કે 30,000 લોકો પર કરાયેલા ક્લિનિકલ ટ્રાયલ્સમાંથી લગભગ 10-20% લોકો પર આડઅસર જોવા મળી છે. જેમાંથી મોટાભાગના લોકો પર હળવી આડઅસર જોવા મળી હતી. જે 1-2 દિવસમાં ઠીક થઈ જાય છે અને તેમાં દવાની જરૂર રહેતી નથી. કંપનીએ કહ્યું કે ડોક્ટરની સલાહ બાદ જ કોઈ દવા લેવી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે