chemical leak નો ભોગ બનનાર મજૂરોએ કહ્યું, અચાનક વાસ આવી અને મજૂરો ટપોટપ જમીન પર પડવા લાગ્યા
રાજકમલ ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ લિકેજ (chemical leak) થતા 6 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ઝેરી કેમિકલથી ગૂંગળામણ થવાથી 22 અસરગ્રસ્તોને સુરત (Surat) ની નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન આપવાની ફરજ પડી તેવી તેમની સ્થિતિ થઈ હતી. તો કેટલાક ગંભીર હાલતમાં છે. લાઈનબદ્ધ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજકમલ ચોકડી પાસે કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ લિકેજ (chemical leak) થતા 6 મજૂરોના કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. તો ઝેરી કેમિકલથી ગૂંગળામણ થવાથી 22 અસરગ્રસ્તોને સુરત (Surat) ની નવી સિવિલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ઓક્સિજન આપવાની ફરજ પડી તેવી તેમની સ્થિતિ થઈ હતી. તો કેટલાક ગંભીર હાલતમાં છે. લાઈનબદ્ધ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.
અમે કામ કરતા હતા અને અચાનક વાસ આવી
વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી. સુરત સચિન જીઆઈડીસી (Sachin GIDC) માં રોડની બાજુમાં પાર્ક કરેલુ કેમિકલ ભરેલું ટેન્કરમાં ભરેલું ઝેરી કેમિકલ લીકેજ થયું હતું. ઝેરી કેમિકલ લીકેજ થવાને લીધે મોટી દુર્ઘટના સર્જાઈ છે. હવામાં કેમિકલ ભળતા અનેક લોકો બેભાન થઈ ગયા છે. સચિન GIDC માં રાજકમલ ચોકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર સુધીમાં મજૂરો સૂતા હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ટેન્કરની ડ્રેનેજ પાઈપ લીક થતા ગેસ પ્રસરી ગયો. જેના કારણે ત્યાં સૂતેલા મજૂરો અને મિલના કારીગરો પર અસર થઈ. મળતી માહિતી મુજબ હવામાં કેમિકલ ભળતા ગૂંગળામણના કારણે લોકો બેભાન થવા લાગ્યા હતા. GIDCમાં રાજકમલ ચીકડી પ્લોટ નંબર 362 બહાર પાર્ક કરેલા કેમિકલ ટેન્કરની 8-10 મીટર દૂર જ તમામ મજૂરો સૂતા હતા. આ ટેન્કરની પાઇપમાં લીકેજ સર્જાતા ગેસ ફેલાયો હતો.
મજૂરો ટપોટપ નીચે પડવા લાગ્યા
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ભયાવહ દ્રશ્યો જોવા મળ્યા હતા. આખો દિવસ મીલમાં કામ કરીને થાકેલા મજૂરો માંડ સૂતા હતા, ત્યાં ઝેરી કેમિકલ હવામાં ભળી ગયુ હતું. તેમને ખબર પણ ન પડી કે જીવ લેવા માટે જે હવા લઈ રહ્યા હતા તેમાં ઝેર ભળી ગયું હતું અને જોતજોતામાં મજૂરો ટપોટપ નીચે પડવા લાગ્યા હતા. સાડીની મિલમાં કામ કરતા એક કામદારે કહ્યું કે, અમને અચાનક કંઇક વાસ આવી અને એક પછી એક ટપોટપ લોકો પડવા લાગ્યાં, આ ઘટના થતા જ બધા દોડધામ કરવા લાગ્યા હતા.
તો અન્ય એક મજૂરે કહ્યું કે, કેમિકલ ટેન્કરમાં આગ લાગી હતી. ત્યારે ધુમાડો નીકળતો હતો. લોકોને ટીંગાટોળી કરી બહાર લઈ જવામાં આવતા હતાં. ત્યારે અમે જઈને જોયું તો તેમાં 3 લોકો અમારા હતા. અમે બહાર ગયા અને જોયું તો ગેટની બહાર કોઈ કલર પડ્યો હતો તેમાં આગ લાગી હતી. ત્યાં આસપાસ પંદરથી વીસ લોકો જમીન પર પડ્યાં હતા. સાડા ત્રણ ચાર વાગ્યે મદદ મળી હતી.’
હાલ સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર, કુલ 30 જણાને અસર થઈ હતી. જેમાંથી 6 ના મોત થયા હતા. તો 22 ઈજાગ્રસ્ત છે. જેમાં 7 વેન્ટીલેટર પર છે, આમાંથી 2 દર્દી વધુ ગંભીર સ્થિતિમાં છે. આ મજૂરોને કંપની સાથે કોઈ લેવાદેવા ન હતી. છતા તેઓ ઝેરી કેમિકલનો ભોગ બન્યા હતા. આ ગેસની સીધી અસર હૃદય પર પડી હતી. જેથી દર્દીઓનો જીવ જોખમમાં મૂકાયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે