Diwali 2022: PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા, કહ્યું સુખ-સમૃદ્ધિ લાવશે આ તહેવાર

Happy Diwali: પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ આપી. તેમણે સૌ કોઈના સારા સ્વાસ્થ્યની મંગળકામના કરી. સાથે જ સૌ કોઈના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે તેવી શુભકામના આપી.

Diwali 2022: PM મોદીએ દેશવાસીઓને આપી દિવાળીની શુભેચ્છા, કહ્યું સુખ-સમૃદ્ધિ લાવશે આ તહેવાર

નવી દિલ્લીઃ કોરોનાકાળ બાદ આવેલી આ દિવાળીએ દુનિયાને ફરી એકવાર આશા અને ઉમંગ આપી છે. આ દિવાળીએ ફરી એકવાર લોકોને જીવન જીવવાની, જીવનમાં આગળ કંઈક સારું થશે એવી આશા આપી છે. ત્યારે આદિવાળીએ પ્રધાનમંત્રી મોદીએ પણ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું છેકે, આ તહેવાર લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે.

 

— Narendra Modi (@narendramodi) October 24, 2022

 

પીએમ મોદીએ દિવાળીની શુભેચ્છા પાઠવી-
પીએમ મોદીએ ટ્વીટ કર્યું કે, “બધાને દિવાળીની શુભકામનાઓ. દિવાળી ખુશી અને તેજ સાથે જોડાયેલી છે. આ પવિત્ર તહેવાર આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિની ભાવનાને આગળ વધારશે. હું આશા રાખું છું કે પરિવાર અને મિત્રો સાથે તમારી દિવાળી અદ્ભુત હોય.”

 

— President of India (@rashtrapatibhvn) October 24, 2022

 

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દિવાળીની શુભેચ્છા પાઠવી-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ દેશવાસીઓને દિવાળીની શુભકામનાઓ પાઠવી છે. તેમણે કહ્યું કે, “પ્રકાશ અને આનંદના આ પવિત્ર તહેવાર પર આપણે જ્ઞાન અને ઉર્જાનો દીપ પ્રગટાવીને જરૂરિયાતમંદ લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો પ્રયાસ કરીએ. આ તહેવાર પર હું તમામ દેશવાસીઓના જીવનમાં સુખ અને સમૃદ્ધિની પ્રાર્થના કરું છું.”

 

— Amit Shah (@AmitShah) October 24, 2022

 

ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ દિવાળીની શુભેચ્છા પાઠવી હતી-
ગૃહમંત્રી અમિત શાહે દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી છે. તેમણે ટ્વીટ કર્યું, “દરેકને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પ્રકાશનો આ પર્વ દરેકના જીવનમાં સુખ, આરોગ્ય અને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના.” તે જ સમયે, રક્ષા મંત્રી રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું, “દિપાવલીના પવિત્ર તહેવાર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ પવિત્ર તહેવાર તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને આરોગ્ય લાવે, એ જ ભગવાનને પ્રાર્થના. હેપ્પી દીપાવલી!”

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news