ચોમાસાનું આગમન થતા નર્મદાનો ઐતિહાસિક ‘ટકારા ધોધ’ થયો સક્રિય

ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવા દ્રશ્ય સર્જાય જ છે પરંતુ નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં વધારો થાય છે. વળી જિલ્લામાં આવેલા કુદરતી ધોધ નિનાઈ અને ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યા છે.

ચોમાસાનું આગમન થતા નર્મદાનો ઐતિહાસિક ‘ટકારા ધોધ’ થયો સક્રિય

જયેશ દોશી/નર્મદા: ચોમાસાની ઋતુમાં નર્મદા જિલ્લાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે. અને ધરતી માટે જાણે લીલીછમ ચાદર ઓઢી દીધી હોય તેવા દ્રશ્ય સર્જાય જ છે પરંતુ નદી અને નાળા છલકાવવાથી સૌંદર્યમાં વધારો થાય છે. વળી જિલ્લામાં આવેલા કુદરતી ધોધ નિનાઈ અને ઝરવાણી જિલ્લાની ઓળખ પણ બન્યા છે. પરંતુ આ જિલ્લામાં એવા કેટલાય ધોધ છે જે હજી પ્રખ્યાત થયા નથી આવોજ એક ધોધ છે. નાંદોદ તાલુકાના જૂનાઘાટા ગામે આવેલો ટકારા  ધોધ આવો આજે આપડે પરિચિત થઈએ આ ટકારા ધોધ થી 

નર્મદા જિલામાં આવેલા ઝરણાની અને નિનાઈ ધોધ તો ખુબજ પ્રખ્યાત છે. પરંતુ ખુબજ સૌંદર્ય ઠરાવતા અન્ય ધોધ પણ છે પરંતુ તે પ્રચલિત થયા નથી ત્યારે જિલ્લાના આવા જ ધોધ પૈકીનો એક ધોધ છે. ટકારા ધોધ લોકવાયકા પ્રમાણે આ ધોધ રાજા રજવાડા સમયનો છે. અને રજવાડા સમયે આ ધોધ ખુબજ ઊંચાઈ પરથી પડતો હતો અને જેને કારણે ખુબ મોટો અવાજ પણ આવતો હતો ત્યારે એક સમયે અહીંથી રાજા ઘોડેસવારી કરતા કરતા નીકળ્યા હતા અને આ ધોધના અવાજથી રાજાની ઘોડી ભડકી હતી તેથી રાજાએ વણઝારાઓને હુકમ કરી ટાંકી ટાંકી ને આ ધોધ નાનો કરવા કહ્યું અને તેથી આ ધોધનું નામ ટકારા ધોધ પડ્યું હોવાની લોકવાયકા છે.

સુરત: મુજલાવ ગામનો લો-લેવલ બ્રિજ પાણીમાં ડૂબ્યો, બાઇક પર સવાર 3 તણાયા

આ ધોધ લગભગ 10 મીટર નો છે અને ખુબજ પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતો આ ધોધ છે. વળી સ્ટેટ્યૂ ઓફ યુનિટી જોવા જતા પ્રવાસીઓના રસ્તામાં રાજપીપલાથી માત્ર 7 કિલોમીટર દૂર આ ધોધ આવેલો છે અને જો અહીં વિકાસ કરવામાં આવે તો પ્રવાસીઓ માટે વધુ એક રમણીય સ્થળ આ ધોધ બની શકે છે. આ ધોધ જોવા દૂર દૂરથી પ્રવાસીઓ આવે છે રવિવારે તો અહીં ખાસ ભીડ હોય છે.

ભાજપનું ‘સદસ્યતા અભિયાન’, ગુજરાતમાં નવા 50 લાખ સભ્યોને જોડવાનો ટાર્ગેટ

આ જગ્યાનો વિકાસ થયો નથી અને આ ધોધ જોવા આવનાર પ્રવાસી ધોધની સામે જઈ શકતા નથી કેમકે ખુબજ ઊંડી ખાડી અને પથ્થરનો પહાડ પસાર કરીને ધોધ સામે જવાય છે અને તેને કારણે પ્રવાસીઓ અહીં આવવાનું ટાળે છે. જો પ્રવાસીઓ માટે અહીં થોડીક સુવિધા વધે અને અહીં પગથિયાં બનવવામાં આવે તો પ્રવાસીઓ અહીં આવતા થાય તેથી જ અહીંના સ્થાનિકોની માંગ છે કે, સરકાર આ સ્થળનો પણ વિકાસ કરે તો પ્રવાસીઓ અહીં આવતા થાય અને સ્થાનિકોને રોજગારી પણ મળી રહે.
 

 જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news