રાજ્યસભાઃ કોંગ્રેસે 12 ઉમેદવારોની કરી જાહેરાત, ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, MPથી દિગ્વિજય સિંહને મળી ટિકિટ


કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે રાજ્યસભાની 12 સીટો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસ તરફથી કેસી વેણુગોપાલ, દિગ્વિજય સિંહ, શક્તિસિંહ ગોહિલ અને કેટીએસ તુલસીને ટિકિટ આપવામાં આવી છે. 

રાજ્યસભાઃ કોંગ્રેસે 12 ઉમેદવારોની કરી જાહેરાત, ગુજરાતમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી, MPથી દિગ્વિજય સિંહને મળી ટિકિટ

નવી દિલ્હીઃ 17 રાજ્યોમાં રાજ્યસભાની 55 સીટો પર યોજાનારી ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીએ ગુરૂવારે 12 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. કોંગ્રેસે જે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે, તેમાં સૌથી મુખ્ય નામ પાર્ટીના બે રાષ્ટ્રીય મહાસચિવ દિગ્વિજય સિંહ અને કેસી વેણુગોપાલનું છે. આ સિવાય ગુજરાતમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલ અને હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દર હુડ્ડાને પણ રાજ્યસભાના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતા મુકુલ વાસનિક તરફથી જાહેર કરાયેલી બે યાદીમાં કુલ 12 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. નામોની પસંદગી કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની સહમતિ બાદ થઈ છે. તેમાં છત્તીસગઢથી કેટીએસ તુલસી અને ફૂલો દેવી નેતામને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. તો એમપીથી દિગ્વિજય સિંહ અને ફુલ સિંહ બેરિયાને રાજ્યસભાની ટિકિટ આપવામાં આવી છે. આ સિવાય પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડાના પુત્ર દીપેન્દ્ર સિંહ હુડ્ડાને હરિયાણાથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. 

— ANI (@ANI) March 12, 2020

મીડિયામાં સામે આવ્યા હતા કોંગ્રેસના અસંતોષના સમાચાર
ગુજરાતના બે મોટા નેતાઓ શક્તિ સિંહ ગોહિલ અને ભરત સિંહ સોલંકીને પણ ચૂંટણીમાં ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. આ બંન્ને નેતાઓના નામને લઈને ગુજરાત કોંગ્રેસમાં અસંતોષના સમાચાર સામે આવ્યા હતા. પરંતુ કોંગ્રેસના નેતાઓએ સંગઠનમાં કોઈપણ પ્રકારના વિવાદથી ઇનકાર કરી દીધો છે. તો હરિયાણા કોંગ્રેસમાં પણ કેટલિક મતભેદોની માહિતી સામે આવી હતી. 

NBT

55 સીટો પર યોજાશે ચૂંટણી
કોંગ્રેસે ઝારખંડથી શહજાદા અનવર, મહારાષ્ટ્રથી રાજીવ સાતવ, મેઘાલયથી કેસી ખીમ અને રાજસ્થાનથી કેસી વેણુગોપાલ તથા નીરજ ડાંગીને ઉમેદવાર બનાવ્યા છે. આ તમામ ઉમેદવારો માટે 26 માર્ચે સંબંધિત રાજ્યોમાં મતદાન કરાવવામાં આવશે. રાજ્યસભાના 55 સભ્યોનો કાર્યકાળ આ વર્ષે એપ્રિલ મહિનામાં પૂર્ણ થઈ રહ્યો છે. તેમાં મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામ, તેલંગણા, આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન સહિત અન્ય રાજ્યોના સાંસદો સામેલ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news