Desi Jugaad: ખેડૂતે પાક બચાવવા માટે ખેતરમાં કર્યો એવો જુગાડ, ટ્રિક થઈ વાયરલ

Desi Jugaad Video: પહેલાં તો લોકો ખેતરમાં પૂતળું રાખી દેતા હતા. જોકે, લાંબા સમય બાદ પણ આનો કોઈ ફાયદો ન થતા દેશી જુગાડ કાઢવામાં આવ્યો છે. 

Desi Jugaad: ખેડૂતે પાક બચાવવા માટે ખેતરમાં કર્યો એવો જુગાડ, ટ્રિક થઈ વાયરલ

Desi Jugaad News: પહેલાં તો લોકો ખેતરમાં પૂતળું રાખી દેતા હતા. જોકે, લાંબા સમય બાદ પણ આનો કોઈ ફાયદો ન થતા દેશી જુગાડ કાઢવામાં આવ્યો છે. જે લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે તેમને ખબર છેકે પાક નિષ્ફળ થવાની સમસ્યા પક્ષી, ગાય-ભેંસ જેવા જાનવરોના કારણે વધારે રહે છે. એવામાં મોટા મોટા ખેતરમાં આખો દિવસ તડકામાં ઊભું રહેવું મુશ્કેલી ભર્યું છે. ખેતરથી પક્ષીઓને દૂર રાખવા માટે ખેડૂતે એક દેશી ડિવાઈઝનો ઉપયોગ કર્યો છે. આ પહેલાં પણ આ પ્રકારનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં શેર થયો હતો. 

પાક બચાવવા માટે ખેડૂતનો જુગાડ
ખેતરમાં પક્ષીઓ પાક બરબાદ ના કરે, એટલા માટે ખેડૂતે એક અનોખા ઉપકરણનો ઉપયોગ કર્યો છે. આ ડિવાઈઝથી ખેતરમાં સતત અવાજ આવતો રહે છે, જેનાથી પક્ષીઓ દૂર જ રહે છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છેકે ખેતરની વચ્ચે પક્ષીઓને ભગાવવા માટે પંખાની મોટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પંખાની મોટર સાથે એક લોખંડની ચેન બાંધવામાં આવી છે, જ્યારે આ ચાલે છે ત્યારે સ્ટીલના ડબાને વારંવાર હીટ કરે છે, જેના કારણે જોર જોરથી અવાજ આવે છે. 

ખેડૂતની નાની ટ્રીક આવી કામ
ખેડૂતોએ પક્ષીઓથી પાકને બચાવવા માટે આ ઉત્તમ શોધ કરી છે. ખાલી ડબાથી નીકળતો અવાજ સાંભળીને આજુ બાજુમાં રહેલા પક્ષીઓ ઉડી જાય છે. એક માત્ર નાની એવી ટ્રીકથી ખેડૂત કે તેમના પરિવારના સદસ્યોને આખો દિવસ ખેતરમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો જુગાડ લાઈફ હેક્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, સરળ પ્રક્રિયા.. સોશ્યલ મીડિયા પર આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news