Delhi Violence: સોનિયા ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર વિરુદ્ધ HCમાં અરજી, FIR દાખલ કરવાની માગ


કોર્ટમાં હિન્દુ સેના તરફથી એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. 
 

Delhi Violence: સોનિયા ગાંધી, ઓવૈસી અને સ્વરા ભાસ્કર વિરુદ્ધ HCમાં અરજી, FIR દાખલ કરવાની માગ

નવી દિલ્હીઃ કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઘણા અન્ય વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. અરજીકર્તાઓએ કોંગ્રેસના આ નેતાઓ પર ભડકાઉ નિવેદન આપવાનો આરોપ લગાવતા એફઆઈઆર નોંધવાનો આદેશ આપવાની માગ કરી છે. 

સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, હાઈકોર્ટમાં એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા, આમ આદમી પાર્ટીના ઓખલાથી ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ પણ કથિત રીતે ભકડાઉ નિવેદન આપવાનો આરોપ લગાવતા કેસ દાખલ કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં હાઈકોર્ટ પાસે માગ કરવામાં આવી છે કે આ તમામ નેતાઓની કથિત રીતે ભડકાઉ ભાષણ આપવાની એસઆઈટી તપાસ કરે અને કડક કાર્યવાહી કરવામાં આવે. 

અસદુદ્દીન ઓવૈસી વિરુદ્ધ પણ કેસ દાખલ કરવાની માગ
આ સિવાય કોર્ટમાં હિન્દુ સેના તરફથી એક અન્ય અરજી દાખલ કરવામાં આવી છે જેમાં એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસી અને અકબરુદ્દીન ઓવૈસી પર ભડકાઉ ભાષણનો આરોપ લગાવતા કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે એઆઈએમઆઈએમ ધારાસભ્ય વારિસ પટાણે વિવાદિત નિવેદન આપ્યું જેના કારણે દિલ્હીમાં તણાવ ઉભા થયો અને હિંસા ભડકી જેમાં ઘણા લોકોના મોત થયા છે. 

અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ કેસ નોંધવાની માગ
સમાચાર એજન્સી એએનઆઇ અનુસાર, વકીલ સંજીવ કુમારે દિલ્હી હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાનુલ્લાહ ખાન, સામાજિક કાર્યકર્તા હર્ષ મંદર, રેડિયો જોકી સાઇમા, અભિનેત્રી સ્વરા ભાસ્કર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે. આ બધા પર વિવાદિત નિવેદન આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીકર્તાએ કોર્ટ પાસે માગ કરી છે કે કોર્ટ પોલીસને આ બધા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાનો આદેશ આપે. 

મહત્વનું છે કે ઉત્તર-પૂર્વી દિલ્હીમાં થયેલી હિંસામાં અત્યાર સુધી 30 લોકોના મોત થઈ ચુક્યા છે. ઘણા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આરોપ છે કે નેતાઓના વિવાદિત નિવેદનને કારણે દિલ્હીમાં આ હિંસા થઈ છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news