Delhi Violence: દિલ્હી પોલીસે લાઉડસ્પીકરથી કરી જાહેરાત, 'ઘરોમાં રહો, ગોળી મારવાના આદેશ છે'
દિલ્હી પોલીસે રાત થતાં હિંસાગ્રસ્ત વિસ્તારની સુરક્ષા વધારી દીધી અને લોકોને ઘરોમાં રહેવાના આદેશ આપ્યા છે.
Trending Photos
નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં જારી ઉપદ્રવને પોલીસે કાબુ કરવાનું શરૂ કરી દીધું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આદેશ પર તોફાન પ્રભાવિત વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાદળોને ઉતારી દેવામાં આવ્યા છે. ત્યારબાદ જાફરાબાદ વિસ્તારથી પ્રદર્શનકારીઓને હટાવી દેવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ આ વિસ્તારમાં માર્ચ કાઢીને તોફાની તત્વોને હટાવી દીધા છે. જાફરાબાદમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ ધરણા પર બેઠેલી મહિલાઓને પણ વાતચીત બાદ હટાવી દેવામાં આવી છે. આશરે ત્રણ દિવસ બાદ જાફરાબાદમાં સ્થિતિ પર કાબુ મેળવાયો છે.
સ્થિતિને સંભાળવા માટે સ્પેશિયલ કમિશનર તૈનાત
પોલીસનું કહેવું છે કે જલદી ચાંદબાગ, કરાવલ નગર અને મૌજપુરમાં પણ તમામ સ્થિતિ પર કાબુ મેળવી લેવામાં આવશે. સુરક્ષા દળોની માર્ચથી અસામાજીક તત્વોમાં ડર લાગી રહ્યો છે અને તે રસ્તામાંથી વેર-વિખેર થઈ રહ્યાં છે. દિલ્હીમાં જારી હિંસાને કાબુ કરવા માટે ગૃહ મંત્રાલયે તાત્કાલિક પ્રભાવથી આઈપીએસ અધિકારી એસએન શ્રીવાસ્તવને દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર (કાયદો વ્યવસ્થા) બનાવ્યા છે.
दिल्ली पुलिस को दंगाइयों को देखते ही गोली मारने के आदेश दिये गये। @DelhiPolice pic.twitter.com/C8gE4Cy7Vr
— Jitender Sharma (@capt_ivane) February 25, 2020
છેલ્લા ત્રણ દિવસ દરમિયાન થયેલી હિંસામાં કુલ 10 લોકોના મોત થયા છે અને 170 જેટલા લોકોને ઈજા પહોંચી છે, જેમાં 56 પોલીસકર્મીઓને પણ ઈજા થઈ છે. મૃતકમાં એક દિલ્હી પોલીસના હેડ કોન્સ્ટેબલ પણ સામેલ છે. દિલ્હી પોલીસે મંગળવારે હિંસાગ્રસ્ત વિસ્તારમાં ફ્લેગમાર્ચ કરી હતી. તેમ છતાં પણ ઘણા વિસ્તારમાં આગના બનાવો સામે આવ્યા હતા. દિલ્હી પોલીસે રાત થતાં જ તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું છે અને લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.
દિલ્હી પોલીસના એસીપીએ યમુના વિહારના નૂર એ ઇલાહી ચાર રસ્તા પર લાઉડ સ્પિકરથી જાહેરાત કરી, 'તમે લોકો, બિનજરૂરી રીતે રસ્તા પર ન આવો. પ્રદર્શનકારીઓને જોતા જ ગોળી મારવાના આદેશ છે. તમે લોકો ઘરોમાં રહો. રસ્તા પર પથ્થરો ન ફેંકા અને ટોળાને ભેગુ ન કરો.'
Latest visuals from Chand Bagh area in violence-hit North East Delhi. https://t.co/F6xTzasXuP pic.twitter.com/U8U8WXRspc
— ANI (@ANI) February 25, 2020
અશોક નગર અને લક્ષ્મી નગરમાં પણ હલચલ
મંગળવારે સાંજ સુધી હિંસાનો વિસ્તાર અશોક નગર અને લક્ષ્મી નગર તરફ પણ વધતો જોવા મળ્યો હતો. પરંતુ સમય રહેતા સુરક્ષા દળોએ આ વિસ્તારને શાંત કરી દીધો હતો. લક્ષ્મી નગરમાં કેટલાક લોકો ભેગા થયા અને રોડ પર ભડકાઉ નારેબાજી કરી હતી. તો અશોક નજરમાં એક જગ્યાએ આગની ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે