delhi violence: અત્યાર સુધી 22 લોકોના મોત, 106 લોકોની ધરપકડ, ડ્રોનથી થઈ રહ્યું છે મોનીટરીંગ

દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો. 
 
delhi violence: અત્યાર સુધી 22 લોકોના મોત, 106 લોકોની ધરપકડ, ડ્રોનથી થઈ રહ્યું છે મોનીટરીંગ

નવી દિલ્હીઃ દિલ્હીના નોર્થ ઈસ્ટ વિસ્તારમાં થયેલી હિંસા પર દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ બુધવારે સાંજે કહ્યું કે, ડ્રોનથી હિંસા ગ્રસ્ત વિસ્તારનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, હિંસા દરમિયાન સુરક્ષા દળો પર છત પરથી પથ્થર ફેંકવામાં આવ્યા હતા. ડ્રોનની મદદથી આ છતોનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે, જે છતો પર પથ્થરબાજીના પૂરાવા મળશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે. 

આ નંબરો પર ફોન કરો
દિલ્હી પોલીસે વિશ્વાસ અપાવ્યો કે હવે સ્થિતિ સંપૂર્ણ કાબુમાં છે. કોઈએ ડરવાની જરૂર નથી. તેમણે કહ્યું કે, જે લોકોઈ કોઈ ફરિયાદ કરવી છે તે 112 નંબર પર ફોન કરી શકે છે. આ સિવાય 22829334 અને 22829335 નંબરો પર પણ ફોન કરીને ફરિયાદ કરી શકો છો કે અન્ય સૂચના આપી શકો છો. 

અત્યાર સુધી 18 કેસ દાખલ
દિલ્હી પોલીસે અપીલ કરી છે કે લોકો અફવાઓ પર ધ્યાન ન આપે. તેમણે જણાવ્યું કે, હિંસામાં અત્યાર સુધી દિલ્હી પોલીસે 18 એફઆઈઆર દાખલ કરી છે. અત્યાર સુધી 106 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને હવે વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. સીસીટીવી ફુટેજની મદદથી હિંસા ફેલાવનારની ઓળખ કરવામાં આવી રહી છે. તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. 

delhi violence: કેજરીવાલની જાહેરાત- રતનલાલના પરિવારને 1 કરોડની મદદ, એક સભ્યને નોકરી   

અત્યાર સુધી 24 લોકોના મોત
હિંસા પ્રભાવિત વિસ્તારોમાં બુધવારે એડિશનલ પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. વરિષ્ઠ ઓફિસરોએ પ્રભાવિત વિસ્તારનો પ્રવાસ કરીને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. આ કારણ છે કે બુધવારે હિંસાની ઘટના બની નથી. ડ્રોનના માધ્યમથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. 

મહત્વનું છે કે દિલ્હીના નોર્થ-ઈસ્ટ વિસ્તારમાં રવિવારથી ફેલાવેલી હિંસામાં અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે. આ સિવાય 200થી વધુ લોકો ઈજાગ્રસ્ત છે. આ તોફાનોમાં ઘણી દુકાનો અને વાહનોને આગને હવાલે કરી દેવામાં આવ્યા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news