મોટો ખુલાસો: દિલ્હી હિંસામાં થયું હતું કરોડોનું ફંડિંગ, આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા પૈસા

દિલ્હી હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચ હજુ તપાસ કરી રહી છે અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સીએએ-એનઆરસીની સામે પ્રદર્શન અને રમખાણોનું ફંડિંગ માટે મોટી તૈયારી કરી હતી. દિલ્હી હિંસા થતા પહેલા રમખાણોના આોપીઓના ખાતામાં અને કેસ દ્વારા 1,62,46,053 રૂપિયા (એક કરોડ 62 લાખ 46 હજાર 53 રૂપિયા) આવ્યા હતા.
મોટો ખુલાસો: દિલ્હી હિંસામાં થયું હતું કરોડોનું ફંડિંગ, આ એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા પૈસા

નવી દિલ્હી: દિલ્હી હિંસા મામલે ક્રાઇમ બ્રાન્ચ હજુ તપાસ કરી રહી છે અને આ તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસમાં સામે આવ્યું કે, સીએએ-એનઆરસીની સામે પ્રદર્શન અને રમખાણોનું ફંડિંગ માટે મોટી તૈયારી કરી હતી. દિલ્હી હિંસા થતા પહેલા રમખાણોના આોપીઓના ખાતામાં અને કેસ દ્વારા 1,62,46,053 રૂપિયા (એક કરોડ 62 લાખ 46 હજાર 53 રૂપિયા) આવ્યા હતા.

આ રમખાણોના આરોપીઓને 1,47,98,893 રૂપિયા (એક કરોડ 47 લાખ 98 હજાર 893 રૂપિયા) દિલ્હીમાં ચાલી રહેલા લભગ 20 પ્રદર્શનની જગ્યા પર અને દિલ્હીમાં રમખાણો કરવામાં ખર્ચ કર્યા.

આરોપીઓએ આ રૂપિયાથી રમખાણો માટે હથિયાર પણ ખરીદ્યા. પ્રદર્શન માટે સામગ્રી પણ ખરીદી. આરોપીઓના એકાઉન્ટમાં ભારત જ નહીં વિદેશોથી પણ પૈસા આવ્યા હતા. આ પૈસા ઓમાન, કતાર, યૂએઇ અને સાઉદીથી આવ્યા હતા.

જે રમખાણોના આરોપીઓના એકાઉન્ટમાં રૂપિયા આવ્યા તેમના નામ- તાહિર હુસેન, મિરાન હૈદર, ઇશરત જહાં, શિફા ઉર રહેમાન, ખાલિદ સેફી છે.

સૌથી વધારે રૂપિયા આમ આદમી પાર્ટીના સસ્પેન્ડ કાઉન્સિલરે તેમના એકાઉન્ટમાં અને કેસ દ્વારા જમા કર્યા જે 1,32,47000 રૂપિયા (1 કરોડ 32 લાખ 47 હજાર રૂપિયા) હતા. જેમાંથી 1,29,25500 રૂપિયા (1 કરોડ 29 લાખ 25 હજાર 500 રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા. તેમાં સૌથી મોટી રકમ પ્રદર્શન સાઇટ, રમખાણ માટે લોકોને ભેગા કરવા અને રમખાણમાં ઉપયોગ લેવામાં આવતા સામાનને ખરીદવા માટે ઉપયોગ કરવામાં આવી હતી.

રમખાણોમાં આરોપી શફી ઉર રહેમાનના એકાઉન્ટ પર અને કેસ તરીકે 12,88,559 રૂપિયા આવ્યા જેમાં 5,55,000 રૂપિયા વિદેશોથી આવ્યા. કતાર, ઓમાન, સાઉદી, UAEથી 9,34,600 રૂપિયા CAA-NRC સામે ચાલી રહેલા પ્રદર્શનોની જગ્યાઓ પર ખર્ચ કરવામાં આવ્યા.

રમખાણોના આરોપી મિરાન હૈદરના એકાઉન્ટમાં અને કેસ તરીકે 5,46,494 રૂપિયા આવ્યા જેમાંથી 2,67000 રૂપિયા ઉપાડવામાં આવ્યા. આ આરોપીએ દિલ્હીમાં ચાલી રહેલા રમખાણોનું રજિસ્ટર બનાવ્યું હતું. જેમાં લખ્યું હતું કે, કોને કેટલા પૈસા કોની પાસેથી આવી રહ્યાં છે. કોને કેટલા આપવામાં આવશે. પોલીસે તેની પાસેથી કેસ પણ જપ્ત કરી હતી. તેન પાસે પણ વિદેશોથી રૂપિયા આવ્યા હતા.

રમખાણોના આરોપી ખાલિદ સૈફીના એકાઉન્ટમાં અને કેસ તરીકે 6,23,000 રૂપિયા આવ્યા જેમાંથી 2,10,893 રૂપિયા રમખાણો અને પ્રોટેસ્ટ સાઇટ પર ખર્ચ કર્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news