હાઈ લા...ટ્રાફિક પોલીસે રોકી તો યુવતીએ આપી એવી ધમકી, પોલીસકર્મી પણ ડઘાઈ ગયા, જુઓ VIDEO
Trending Photos
નવી દિલ્હી: દેશમાં પહેલી સપ્ટેમ્બરથી લાગુ થયેલા નવા મોટર વ્હીકલ એક્ટ બાદ હંગામો જોવા મળી રહ્યો છે. રોજે રોજ હજારોની રકમના ચલણ કપાઈ રહ્યાં છે. કોઈ 20 હજાર તો કોઈ 2 લાખ રૂપિયા દંડની રકમ ભરી રહ્યું છે. કેટલાક તો ચલણની રકમ જોઈને ટ્રાફિક પોલીસકર્મીઓ સાથે ભીડી પણ જાય છે. આવો જ એક મામલો રાજધાની દિલ્હીથી આવ્યો છે. જ્યાં સ્કૂટી પર જઈ રહેલી એક યુવતી પોલીસકર્મીઓ સાથે ભીડી ગઈ અને આત્મહત્યાની ધમકી આપવા લાગી.
જુઓ VIDEO
શનિવારે સવારે દિલ્હીના કાશ્મીરી ગેટ પાસે જ્યારે દિલ્હી ટ્રાફિક પોલીસે એક સ્કૂટી સવાર યુવતીને રોકી તો તેણે હોબાળો મચાવી દીધો. પોલીસે કહ્યું કે યુવતીની સ્કૂટીની નંબર પ્લેટ તૂટેલી હતી. આ ઉપરાંત સ્કૂટી ચલાવતી વખતે યુવતી ફોન પર વાત કરી રહી હતી. જ્યારે ટ્રાફિક પોલીસે રોકી અને ચલણની વાત કરી તો યુવતી આત્મહત્યાની ધમકી આપવા લાગી.
જુઓ LIVE TV
કહેવાય છે કે પહેલા તેણે ટ્રાફિક પોલીસ સાથે ગેરવર્તણૂંક કરી, તો પણ પોલીસ ન માની તો તે આત્મહત્યાની ધમકી આપવા લાગી. એટલું જ નહીં યુવતીએ રડવાનું પણ શરૂ કરી દીધુ. યુવતીએ હેલમેટ પણ ફેંકી દીધી. યુવતી પોતાના ઘરથી ઓફિસ જઈ રહી હતી. જો કે 20 મિનિટના ડ્રામા બાદ પોલીસે તે યુવતીને જવા દીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે