26 જાન્યૂઆરી પહેલા દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, હિજબૂલના બે આતંકવાદીની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આતંકી વર્ષ 2017માં કાશ્મીર પોલીસથી આતંકી બન્યા અને એરિયા હિજબૂલના કમાંડર નાવેદના સંપર્કમાં હતા. આ બંનેમાંથી એક આતંકીની મૂવમેન્ટ એનસીઆરમાં જોવા માળી હતી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે 11 જાન્યૂઆરીએ જમ્મૂ-કાશ્મીર પોલીસની સાથે મળીને એક જોઇન્ટ ઓપરેશન કરી હિજબૂલ મૂઝાહિદ્દીનના બે આતંકવાદીઓની શોપિયાંથી ધરપકડ કરી, જેમાં એક કિફાયતુલ્લાહ બુખારી અને એક માઇનોર છે. તેમની પાસેથી એક પિસ્તોલ અને 14 જીવતા કારતૂસ મળ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આ બંને આતંકી વર્ષ 2017માં કાશ્મીર પોલીસથી આતંકી બન્યા અને એરિયા હિજબૂલના કમાંડર નાવેદના સંપર્કમાં હતા. આ બંનેમાંથી એક આતંકીની મૂવમેન્ટ એનસીઆરમાં જોવા માળી હતી. આતંકી એનસીઆરથી હથિયાર ખરીદી કરી કાશ્મીર આતંકી ગતિવિધીઓને અંજામ આપતો હતો. પોલીસનું માનવું છે કે આતંકી સંગઠન દિલ્હી સહિત નોર્થ ઇન્ડિયામાં ગુના કરવાનું પ્લાનિંગ જમ્મૂ-કાશ્મીરમાં કરી રહ્યાં છે.
સ્પેશિય સેલને તેમની મૂવમેન્ટની જાણ થઇ અને પછી શોપિયાં પોલીસની સાથે મળીને આ બંનેની ધરપકડ કરી લેવામાં આવી છે. હવે શોપિયાં પોલીસ આ બંનેની પૂછપરછ કરી રહી છે. સ્પેશિયલ સેલ આ પણ જાણકારી મેળવવામાં લાગી છે કે ધરપકડ કરવામાં આવેલા આતંકી એનસીઆરમાં કોની પાસેથી હથિયાર ખરીદતા હતા.
આ પહેલા 6 સપ્ટેમ્બર 2018 ના આઇએસઆઇ અને જમ્મૂ કાશ્મીરના બે આતંકી પરવેશ રાશિદ અને જમસીદની લાલ કિલ્લા પાસેથી ધરપકડ કરવામાં આવી હતી. 24 નવેમ્બર 2018 ના ત્રણ આતંકી તાહિર, હરીસ અને આસિફને સ્પેશિયલ સેલની જાણકારી બાદ જમ્મૂ-કાશ્મીરમાં ગ્રેનેડની સાથે ધરપકડ કરવામાં આવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે