ઉત્તરાયણની અનોખી ઉજણી: યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી આપ્યો આવો સંદેશ

ઉતરાયણ પર્વને લઇને યુવક યુવતીઓમાં ખાસ પ્રકારની ઉમંગ જોવા મળતી હોય છે. ત્યારે વડોદરાની કેટલીક યુવતીઓ ઉતરાયણ પર્વને લઇને અલગ અલગ મેસેજ આપતી થીમ પર ટેટૂ કરવી રહી છે. વડોદરાની યુવતીઓ દરેક તહેવારને લઈને ફેશન માટે પણ ખૂબ જાણીતી છે, ઉતરાયણના પર્વની લઇને દરેક લોકો અલગ-અલગ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના ધાબા પર રાત ન પડે ત્યાં સુધી પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો મ્યુઝિક સાંભળીને આનંદ કરે છે ત્યારે વડોદરાની યુવતીએ  અલગ-અલગ મેસેજ આપતી થીમ પર ટેટુ બનાવડાવી ઉતરાયણની તૈયારીઓ કરી છે.
 

ઉત્તરાયણની અનોખી ઉજણી: યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી આપ્યો આવો સંદેશ

તૃષાર પટેલ/વડોદરા: ઉતરાયણ પર્વને લઇને યુવક યુવતીઓમાં ખાસ પ્રકારની ઉમંગ જોવા મળતી હોય છે. ત્યારે વડોદરાની કેટલીક યુવતીઓ ઉતરાયણ પર્વને લઇને અલગ અલગ મેસેજ આપતી થીમ પર ટેટૂ કરવી રહી છે. વડોદરાની યુવતીઓ દરેક તહેવારને લઈને ફેશન માટે પણ ખૂબ જાણીતી છે, ઉતરાયણના પર્વની લઇને દરેક લોકો અલગ-અલગ પ્રકારની તૈયારીઓ કરતા હોય છે. કેટલાક લોકો પોતાના ધાબા પર રાત ન પડે ત્યાં સુધી પતંગ ચગાવવાનું પસંદ કરતા હોય છે. ત્યારે કેટલાક લોકો મ્યુઝિક સાંભળીને આનંદ કરે છે ત્યારે વડોદરાની યુવતીએ  અલગ-અલગ મેસેજ આપતી થીમ પર ટેટુ બનાવડાવી ઉતરાયણની તૈયારીઓ કરી છે.

આ યુવતીઓએ પોતાના ફેશન ટ્રેન્ડ સાથે ઉતરાયણ પર્વને લઈને મેસેજ મળે તેવા અલગ અલગ થીમના ટેટૂ બનાવડાવ્યા છે. કોઈએ વેલકમ 2019 વિથ સાથેના ટેટૂ બનાવડાવ્યા છે. તો વળી કોઈ યુવતીએ સેવ બર્ડ્સના સંદેશા સાથેના ટેટુ ટ્રોફવ્યા છે. ઉત્તરાયણ પર્વે પોતાના શરીર પર ટેટુ દોરાવનાર આ યુવતીઓ અલગ અલગ મેસેજ સમાજને આપી ઉત્તરાયણ પર્વની ઉજવની કરશે.

vadodara-Girls.jpg

લગ્નની કંકોત્રીમાં અનોખી ભેટની કરી માંગ, 2019 લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીને આપો વોટ

ઉતરાયણ પર્વને ઉજવવા માટે શહેરનું યુવાધન ઉત્સાહી બન્યું છે તો વળી અલગ અલગ થીમ ઉપર બનાવેલ ટી શર્ટ અને કપડાનો ક્રેઝ પણ આ વખતે યુવાઓમાં જોવા મળશે. ઉત્તરાયણના પર્વે સમગ્ર દિવસ આ યુવાઓ ધાબા અગાસી પર રહીને પતંગ ઉડાવવાની મજા લેશે તો સાથે સાથે ઉંધીયુ જલેબીનો સ્વાદ પણ માનશે. આ વખતે સેફ ઉત્તરાયણ અને સેવ બર્ડ્સના સંદેશા યુવતીઓ ટેટુ દોરાવીને આપશે તો શહેરના જીવદયા પ્રેમીઓ અબોલ પક્ષીઓ કે, જે પતંગના દોરાને કારણે ઇજાગ્રસ્ત થશે તેંમની સારવાર માટે ખડે પગે સેવા પણ આપશે.

અલગ અલગ થીમ સાથે બનાવડાવેલા ટેટુ અલગ-અલગ મેસેજ પણ આપી રહ્યા છે. ટેટુ આર્ટિસ્ટના કહેવા મુજબ આવતીકાલે અન્ય યુવતીઓ પણ આ જ પ્રકારે ટેટુ દોરાવીને સમાજને એક સમજણનો સંદેશો આપશે. સવારથી વડોદરાવાસીઓ ખૂબ ઉત્સાહ સાથે મકરસંક્રાંતિનો તહેવારની ઉજવણી કરશે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news