Disha Ravi Toolkit Case: ગ્રેટા થનબર્ગે કેમ ડિલિટ કરી હતી ટૂલકિટ ટ્વીટ, સામે આવ્યું કારણ

જલવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ની ટૂલકિટ મામલે દિલ્હી પોલીસે (Delhi Police) સોમવારે એવો દાવો કર્યો કે હડકંપ મચી ગયો છે.

Disha Ravi Toolkit Case: ગ્રેટા થનબર્ગે કેમ ડિલિટ કરી હતી ટૂલકિટ ટ્વીટ, સામે આવ્યું કારણ

નવી દિલ્હી: જલવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગ (Greta Thunberg) ની ટૂલકિટ મામલે દિલ્હી પોલીસે (Delhi Police) સોમવારે એવો દાવો કર્યો કે હડકંપ મચી ગયો છે. પોલીસે કહ્યું કે ગ્રેટા થનબર્ગે જલવાયુ કાર્યકર દિશા રવિ (Disha Ravi) ના કહેવા પર ટ્વિટર પરથી પોતાની ટ્વીટ હટાવી હતી. એટલું જ નહીં થનબર્ગની એડિટેડ ટ્વીટ પણ દિશા રવિએ જ એડિટ કરી હતી. પોલીસે દાવો કર્યો કે યુએપીએના ડરથી દિશા રવિએ ગ્રેટા થનબર્ગને પોતાની ટ્વીટ હટાવવાનું કહ્યું હતું કારણ કે તે દસ્તાવેજમાં તેનું પણ નામ સામેલ હતું. 

અત્રે જણાવવાનું કે ખેડૂત આંદોલન (Farmers Protest)  સંબંધિત એક ટૂલકિટ ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) પોતાના ટ્વિટર એકાઉન્ટથી શેર કરી હતી. ત્યારબાદ મોટો હોબાળો મચી જતા તેણે તે ટ્વીટ ડિલિટ કરી હતી. જો કે થોડા સમય બાદ ગ્રેટાએ ફરીથી તે દસ્તાવેજની એડિટેડ કોપી ટ્વીટ કરીને જણાવ્યું કે ગત ટૂલકિટ જૂની હતી જેના કારણે તેને હટાવવામાં આવી છે. સોમવારે દિલ્હી પોલીસે આરોપ લગાવ્યો કે થનબર્ગે દિશા રવિની ભલામણ પર પોતાની ટ્વીટ ડિલિટ કરી હતી અને ત્યારબાદ દસ્તાવેજની એક એડિટેડ કોપી શેર કરી જેને દિશાએ પોતે જ એડિટ કરી હતી. 

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે દિશા (Disha Ravi) એ વોટ્સએપ પર થનબર્ગને લખ્યું કે, 'ઠીક છે, શું એવું બની શકે કે તમે ટૂલકિટ સંપૂર્ણ રીતે ટ્વીટ ન કરો? શું આપણે થોડીવાર માટે રોકાઈ શકીએ છીએ? હું વકીલો સાથે વાત કરવાની છે. મને ખેદ છે, પરંતુ તેમાં અમારા નામ છે, અને અમારા વિરુદ્ધ યુએપીએ હેઠળ કાર્યવાહી થઈ શકે છે.' પોલીસે દાવો કર્યો કે દિશાએ કથિત રીતે ગેરકાયદેસર ગતિવિધિ (રોકથામ) અધિનિયમ (યુએપીએ) હેઠળ કેસ નોંધાવવાના ડરથી ભલામણ કરી હતી. 

યુવા જળવાયુ કાર્યકર ગ્રેટા થનબર્ગે (Greta Thunberg) ત્રણ કૃષિ કાયદા (Farm Laws) વિરુદ્ધ ખેડૂતોના આંદોલનને પોતાનું સમર્થન આપવા માટે ટૂલકિટ શેર કરી હતી. દસ્તાવેજોમાં ટ્વિટર સ્ટોર્મ બનાવવા અને ભારતીય દૂતાવાસો બહાર વિરોધ પ્રદર્શન કરવા સહિત અનેક યોજનાઓ સૂચિબદ્ધ કરાઈ હતી. જે ખેડૂતોના વિરોધ પ્રદર્શનને  સમર્થન આપવા માટે બનાવવામાં આવી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે થનબર્ગ અને દિશા રવિ વચ્ચેની વોટ્સએપ ચેટની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે દિશાએ ટ્વીટ હટાવવા માટે ગ્રેટા થનબર્ગને ભલામણ કરી હતી કારણકે ટૂલકિટના દસ્તાવેજમાં તેનું નામ હતું. 

દિલ્હી પોલીસ (Delhi Police) હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટૂલકિટ દસ્તાવેજ સંબંધિત પ્રશ્નોના જવાબ આપતા પોલીસ તરફથી અન્યેષ રોયે કહ્યું કે આ એક સ્ટેટિક દસ્તાવેજ નથી. રોયે કહ્યું કે આ એક ગતિશીલ દસ્તાવેજ છે જેમાં મોટી સંખ્યામાં હાઈપરલિંક છે. જે વિભિન્ન ગૂગલ ડ્રાઈવ, ગૂગલ ડોક્સ અને વેબસાઈટ્સની લિંક છે. જેમાં એક આઈસ્કઈન્ડિયાવાય.કોમ છે. આ વેબસાઈટમાં વિપુલ પ્રમાણમાં ખાલિસ્તાન સામગ્રી છે, આથી આ દસ્તાવેજમાં એક પ્રકારે કાર્યયોજના છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news