‘ફૂલવડીને વોટ આપો....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આ શબ્દો કાને અથડાય તો નવાઈ ન પામતા

‘ફૂલવડીને વોટ આપો....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આ શબ્દો કાને અથડાય તો નવાઈ ન પામતા
  • વાસણા વિસ્તારમાં ચૂંટણીમા ઉતરેલા ઉમેદવાર પરાગ પટેલ ફૂલવડીના નામથી પ્રસિદ્ધ છે
  • અમદાવાદ મહાનગરપાલિકાના જંગમાં ગુજરાતી ફરસાણ ફુલવડી ચર્ચાનું કેન્દ્ર બન્યું
  • હું પ્રચારમાં નીકળું તો લોકો કહે છે કે, ફૂલવડી ભાઈ આવ્યા છે

અમિત રાજપૂત/અમદાવાદ :‘અમદાવાદમાં ફૂલવડી જીતશે તો નાગરિકોની સેવા કરશે. ફૂલવડીને વોટ આપો તો તમારાં કામ થશે....’ અમદાવાદમાં ચૂંટણી પ્રચારમાં આવા શબ્દો તમે સાંભળો તો નવાઈ ન પામાતા. પરંતુ આ વાત તદન સાચી છે. ફુલવડી શબ્દ એવો છે જેને સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાના જંગમાં ગુજરાતી ફરસાણ ફુલવડી ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. અમદાવાદના વાસણામાં ફૂલવડી નામના એક ઉમેદવાર અપક્ષમાંથી ચૂંટણી લડી રહ્યા છે અને જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે. આ પાછળનું કારણ અજીબ છે. 

ફૂલવડી નામથી જ પ્રચાર કરે છે 
ફૂલવડી નામે ઓળખતા આ ઉમેદવારનું અસલી નામ પરાગ પટેલ છે. પરંતુ વાસણા વિસ્તારમાં ચૂંટણીમા ઉતરેલા ઉમેદવાર પરાગ પટેલ ફૂલવડીના નામથી પ્રસિદ્ધ છે. નાનપણમાં જ તેમનું નામ ફૂલવડી પડ્યું હતું, પરંતુ આજે પણ એ જ નામથી લોકો તેમને ઓળખે છે. આ ઉમેદવારે પોતાના પ્રચાર સાહિત્ય અને બેલેટમાં પણ નામની સાથે ફૂલવડી લખાવ્યું છે. મજાની વાત એ છે કે ફૂલવડીના નામથી જાણીતા પરાગ પટેલને ફૂલવડી ખાવી ઓછી પસંદ છે. પરંતુ તેમનું કહેવું છે કે જો ફૂલવડી જીતશે તો નાગરિકોની સેવા કરશે. તો અમદાવાદના વાસણામાં ફૂલવડી નામના આ ઉમેદવાર મતદારોનું ધ્યાન આકર્ષી રહ્યા છે. ઝી 24 કલાકની ટીમે ફૂલવડી સાથે વાત કરી. 

આ પણ વાંચો : આજે વસંત પંચમીએ શુભ પ્રસંગો વચ્ચે આડે આવશે શુક્ર અને ગુરુની યુતિ, નથી કોઈ સારું મુહૂર્ત  

કેવી રીતે પડ્યું ફૂલવડી નામ 
પોતાનું નામ ફૂલવડી કેવી રીતે પડ્યું તે વિશે પરાગભાઈએ જણાવ્યું કે, અમારા ગામમાં સાથી ભાણુ આપવાનો રિવાજ છે. આ રિવાજમાં જેની પાસે જે વસ્તુ હોય તે વડીલ વહેંચતા હોય. હું નાનો હતો ત્યારે એકવાર આ પ્રથા સમયે મારી પાસે ફુલવડીનું છાબડુ હતું તેથી મારું ફૂલવડી નામ પડી ગયું. અહીં લોકો મને હુલામણા નામથી જ ઓળખ છે. કોલેજમાં પણ આ નામથી વિદ્યાર્થીઓ મને ઓળખતા. એક મિત્રનો આગ્રહ હતો કે, બેલેટ પેપરમાં ફૂલવડી નામ નહિ લખો તો લોકો તમને નહિ ઓળખે, તેથી આ નામ રાજકારણમાં લાવ્યો. હું પ્રચારમાં નીકળું તો લોકો કહે છે કે, ફૂલવડી ભાઈ આવ્યા છે. પરાગભાઈથી મને બહુ ઓછા લોકો ઓળખતા નથી. એડમિશનથી લઈને પુસ્તકોની સમસ્યા હોય છે. હું પહેલેથી શૈક્ષણિક પ્રવૃત્તિ અને રક્તદાનની કામગીરી, જીવદયાની કામગીરી સાથે સંકળાયેલો છું. તેથી ચૂંટાઈને આવીશ તો મારા સેવાકાર્ય આગળ ધપાવીશ.  

જોકે, પરાગ પટેલે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે. હાલ તેઓ વાસણા વિસ્તારમાં લોકોના ઘરે ઘરે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેમના નામની ચર્ચા ચારેકોર છે. ત્યારે પરાગ પટેલે પોતાના પ્રચાર સાહિત્ય અને બેલેટમાં પણ નામની સાથે ફૂલવડી લખાવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news