દિલ્હીને હચમચાવા અને ટાર્ગેટ કિલિંગનું ISIના ષડયંત્રનો પર્દાફાશ

દિલ્હી પોલીસની સ્પશિયલ સેલની ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના ત્રણ આતંકિઓની ધરપકડ કરી એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મહિંદરપાલ સિંહ, ગુરતેજ સિંહ અને લવપ્રીત સિંહના સ્પેશિયલ સેલે દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્ટોલ અને સાત જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા અનુસાર આ ત્રણેયને ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના એક લીડરે નોર્થ ઇન્ડિયામાં ટાર્ગેટ કિલિંગનો આદેશ આપ્યો હતો. આ આદેશ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના આલિસ્તાન લિબરેશન ફ્રંટના લીડરને આપ્યો હતો. ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં ટાર્ગેટ કિલિંગ કરવાનું ષડયંત્ર હતું. જેમાં કેટલાક નેતા પણ નિશાના પર હતા.

દિલ્હીને હચમચાવા અને ટાર્ગેટ કિલિંગનું ISIના ષડયંત્રનો પર્દાફાશ

નવી દિલ્હી: દિલ્હી પોલીસની સ્પશિયલ સેલની ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના ત્રણ આતંકિઓની ધરપકડ કરી એક મોટા ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે. મહિંદરપાલ સિંહ, ગુરતેજ સિંહ અને લવપ્રીત સિંહના સ્પેશિયલ સેલે દિલ્હીથી ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ત્રણ પિસ્ટોલ અને સાત જીવતા કારતૂસ પણ જપ્ત કર્યા છે. સ્પેશિયલ સેલના ડીસીપી સંજીવ યાદવના જણાવ્યા અનુસાર આ ત્રણેયને ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના એક લીડરે નોર્થ ઇન્ડિયામાં ટાર્ગેટ કિલિંગનો આદેશ આપ્યો હતો. આ આદેશ પાકિસ્તાનની ગુપ્ત એજન્સી ISIના આલિસ્તાન લિબરેશન ફ્રંટના લીડરને આપ્યો હતો. ઉત્તર ભારતમાં મોટી સંખ્યામાં ટાર્ગેટ કિલિંગ કરવાનું ષડયંત્ર હતું. જેમાં કેટલાક નેતા પણ નિશાના પર હતા.

ખરેખર, આ ત્રણેયને જે આદેશ મળ્યા હતા, તેના અનુસાર આ લોકો પહેલાથી નાના બિઝનેસમેન પાસે એક્સટોર્શન તરીકે 10 લાખ વસુલવાની તૈયારીમાં હતા. જેથી તે પૈસાથી વધારેથી વધારે હથિયારો ખરીદી શકે અને ત્યારબાદ શિવસેનાના એક લોકલ લીડર સહિત કેટલાક લોકોને ટાર્ગેટ કિલિંગ કરવામાં આવી શકે.

ધરપકડ કરાયેલા ગુરતેજ સિંહ પાકિસ્તાનમાં રહેતા ગોપાલ ચાવલાની નજીકનો છે. ગોપાલ ચાવલા આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા હાફિઝ સઇદની ખૂબ નજીકનો હોવાનું કહેવાય છે. ખાલિસ્તાન લિબરેશન ફ્રંટના નેતાઓ વિદેશમાં બેઠા છે અને સોશિયલ મીડિયા દ્વારા પંજાબના યુવાનોને ઉશ્કેરી રહ્યાં છે કે તેઓ પંજાબ અથવા અન્ય સંગઠનોને ફરીથી પંજાબમાં ઉભા કરે. સ્પેશિયલ સેલ હવે તેમની સાથે પૂછપરછ કરી તે જાણવા માગે છે કે, તેમના કેટલા સાથી છે જે દિલ્હી અથવા આસપાસના રાજ્યોમાં બેસી દેશને હચમચાવાનું ષડ્યંત્ર કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news