દિલ્હી: 6 વર્ષની માસૂમને ચોકલેટના બહાને લઈ જઈ પીંખી નાખી, CCTVથી આરોપી પકડાયો

રાજધાની દિલ્હીમાં માસૂમ બાળકીઓ સાથે શારીરિક શોષણના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ખુબ દાવા કરે છે પરંતુ આવા કેસોથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે.

દિલ્હી: 6 વર્ષની માસૂમને ચોકલેટના બહાને લઈ જઈ પીંખી નાખી, CCTVથી આરોપી પકડાયો

નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં માસૂમ બાળકીઓ સાથે શારીરિક શોષણના કેસ સતત વધી રહ્યાં છે. પોલીસ મહિલાઓની સુરક્ષાને લઈને ખુબ દાવા કરે છે પરંતુ આવા કેસોથી કાયદા વ્યવસ્થા પર સવાલ ઊભા થાય છે. દિલ્હીના દ્વારકા વિસ્તારથી એક હચમચાવી નાખે તેવો મામલો સામે આવ્યો છે. 6 વર્ષની માસૂમ બાળકી સાથે  દુષ્કર્મ કરીને આરોપી ફરાર થઈ ગયો. બાળકીને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જ્યાં તેની હાલત નાજુક છે. પોલીસે આરોપીને સીસીટીવીની મદદથી પકડી લીધો છે. 24 વર્ષના આ આરોપીનું નામ મોહમ્મદ નન્ને છે અને તે યુપીના બુલંદશહેરનો રહીશ છે. 

સીસીટીવી ફૂટેજનો વીડિયો જુઓ

દિલ્હીના દ્વારકા જીલ્લાના ડીસીપી એન્ટો અલ્ફાન્સોએ જણાવ્યું કે મંગળવાર 2 જૂલાઈના રોજ બપોરે દોઢ વાગે પોલીસની જાણકારી મળી કે એક બાળકી ખરાબ હાલતમાં ઝાડીમાં પડી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી. બાળકીની હાલત જોઈને પોલીસે તેને હોસ્પિટલમાં દાખલ કરાવી અને તેના પરિજનોની ઓળખ માટે ટીમ બનાવવામાં આવી. 

જુઓ LIVE TV

પોલીસ બાળકીના ફોટાના આધારે તેના પરિવાર સુધી પહોંચી. જાણવા મળ્યું કે બાળકી ઘરની બહાર રમી રહી હતી અને અચાનક ગાયબ થઈ ગઈ હતી. બાળકીના પરિવારના લોકો મજૂરીકામ કરે છે. 

પોલીસે જણાવ્યું કે આરોપીને પકડવા માટે વિસ્તારમાં ઘર પાસે લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરાઈ. તેમાં જોવા મળ્યું કે એક યુવક બાળકીનો હાથ પકડીને લઈ જઈ રહ્યો હતો. સીસીટીવીના આધારે પોલીસે આરોપી મોહમ્મદ નન્ને(24)ની ધરપકડ કરી લીધી. આરોપી યુપીના બુલંદશહેરનો વતની છે. આરોપીએ જણાવ્યું કે બાળકીને ચોકલેટ અપાવવાના બહાને સાથે લઈ ગયો હતો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news