વિવાદીત પોસ્ટ બદલ આખરે દિલ્હી અલ્પસંખ્યક આયોગના પ્રમુખ ઝફરુલ ઈસ્લામે માંગી માફી

કોરોના વાયરસના સંકટ દરમિયાન દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઝફરુલ ઈસ્લામ ખાને વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ટ્વીટ કરીને માફી માંગી છે. આપત્તિજનક પોસ્ટ બાદ ભાજપે ઝફરુલ ઈસ્લામને હટાવવાની માંગ કરી હતી. 

વિવાદીત પોસ્ટ બદલ આખરે દિલ્હી અલ્પસંખ્યક આયોગના પ્રમુખ ઝફરુલ ઈસ્લામે માંગી માફી

નવી દિલ્હી: કોરોના વાયરસના સંકટ દરમિયાન દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષ ઝફરુલ ઈસ્લામ ખાને વિવાદિત સોશિયલ મીડિયા પોસ્ટ કરવા બદલ ટ્વીટ કરીને માફી માંગી છે. આપત્તિજનક પોસ્ટ બાદ ભાજપે ઝફરુલ ઈસ્લામને હટાવવાની માંગ કરી હતી. 

ઝફરુલ ઈસ્લામે પોતાની ટ્વીટમાં માફી માંગતા લખ્યું કે મને લાગે છે કે મારી ટ્વીટ આપણા શહેરમાં મેડિકલ ઈમરજન્સીનો સામનો કરવા અને અદ્રશ્ય દુશ્મન સામે લડવાને ધ્યાનમાં રાખીને બીમાર અને અસંવેદનશીલ હતી. જેમની પણ લાગણીઓને ઠેસ પહોંચી હતી તે તમામની હું માફી માંગુ છું. 

— Zafarul-Islam Khan (@khan_zafarul) May 1, 2020

અત્રે જણાવવાનું કે ઝફરુલ ઈસ્લામે 28 એપ્રિલના રોજ ઉત્તર-પૂર્વની દિલ્હી હિંસાના સંદર્ભમાં ભારતીય મુસલમાનોના 'ઉત્પીડન' પર ધ્યાન આપવા  બદલ કુવૈતનો આભાર માન્યો હતો. આ ઉપરાંત ઝફરુલ ઈસ્લામે મીડિયાના એક વર્ગ પર તેમની ટ્વીટનો અર્થ તોડી મરોડીને રજુ કરવાનો આરોપ પણ લગાવ્યો હતો. 

— Zafarul-Islam Khan (@khan_zafarul) April 28, 2020

ઝફરુલ ઈસ્લામે વધુમાં કહ્યું કે આ અંગે એક ન્યૂઝ ચેનલને લીગલ નોટિસ પણ મોકલવામાં આવી હતી. આ પહેલા ઝફરુલ ઈસ્લામ દ્વારા કરાયેલી ટ્વીટ અને એક ફેસબુક પોસ્ટનો હવાલો આપતા ભાજપે દિલ્હી અલ્પસંખ્યક આયોગના અધ્યક્ષને પદ પરથી હટાવવાની માંગણી કરી હતી. 

જુઓ LIVE TV

દિલ્હીના ભાજપના ધારાસભ્યોના એક પ્રતિનિધિ મંડળે ગુરુવારેના રોજ ઉપરાજ્યપાલ અનિલ બૈજલની મુલાકાત કરી હતી અને તેમના વિરુદ્ધ કેસ દાખલ કરાવવાની પણ માંગણી કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news