Delhi MCD Mayor Election: AAP ના શૈલી ઓબેરોય બન્યા Mayor, કેજરીવાલે કહ્યું- 'ગુંડાઓ હારી ગયા'

Delhi Mayor Election 2023: સુપ્રીમ કોર્ટના આદેશ પછી દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી.કે. સક્સેનાએ મેયર પદ માટે ચૂંટણી યોજવા માટે ગયા અઠવાડિયે કોર્પોરેશન હાઉસની બેઠક બોલાવવાની મંજૂરી આપી હતી.

Delhi MCD Mayor Election: AAP ના શૈલી ઓબેરોય બન્યા Mayor, કેજરીવાલે કહ્યું- 'ગુંડાઓ હારી ગયા'

Delhi Mayor Election 2023 News: આમ આદમી પાર્ટીએ આખરે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેમનો પ્રથમ મેયર બનાવવામાં સફળ રહ્યાં છે. MCD દ્વારા મેયર પદ માટે ચૂંટણી કરાવવાના ત્રણ નિષ્ફળ પ્રયાસો બાદ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ બુધવારે યોજાયેલી ચૂંટણીમાં AAP ઉમેદવાર શૈલી ઓબેરોયે ભાજપની રેખા ગુપ્તાને હરાવ્યા હતા.

તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ ગત સપ્તાહે મેયર પદની ચૂંટણી માટે કોર્પોરેશન હાઉસની બેઠક બોલાવવાની મંજૂરી આપી હતી.

'ગુંડાઓ હારી ગયા'
મેયરની ચૂંટણીમાં AAPની જીત પર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે Tweet કર્યું કે, 'ગુંડાઓ હારી ગયા, જનતા જીતી ગઈ. આજે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં દિલ્હીની જનતાની જીત થઈ અને ગુંડાગીરીનો પરાજય થયો. મેયર તરીકે શૈલી ઓબેરોયની ચૂંટણી પર દિલ્હીની જનતાને અભિનંદન.

આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ Tweet કરીને આવો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે 'ગુંડા હારી ગયા, જનતા જીતી ગઈ. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીના મેયર બનવા બદલ તમામ કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરી એકવાર દિલ્હીની જનતાનો હૃદયપૂર્વક આભાર. AAPના પ્રથમ મેયર શેલી ઓબેરોયને પણ અભિનંદન.

— ANI (@ANI) February 22, 2023

'બંધારણીય રીતે ગૃહને ચલાવીશું'
ચૂંટણી જીત્યા બાદ શૈલી ઓબેરોયે કહ્યું, 'હું તમને બધાને ખાતરી આપું છું કે હું આ ગૃહને બંધારણીય રીતે ચલાવીશ. હું આશા રાખું છું કે તમે બધા ગૃહની ગરિમા જાળવશો અને તેની સુચારૂ કામગીરીમાં સહકાર આપશો.

'ભાજપ છેતરપિંડી કરીને મેયર બનાવવા માગતી હતી'
AAP ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે શૈલી ઓબેરોયની જીત પર કહ્યું, 'ગુંડાગીરી હારી છે, જનતા જીતી ગઈ છે. ભાજપ છેતરપિંડી કરીને પોતાનો મેયર બનાવવા માંગતી હતી. હું શૈલી ઓબેરોયને દિલ્હીના મેયર તરીકે ચૂંટાવા બદલ અભિનંદન આપું છું. હવે અલી ઈકબાલ ડેપ્યુટી મેયર બનશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news