AAP નેતાઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરશે LG, કૌભાંડનો આરોપ લગાવી કહ્યાં હતા- ભ્રષ્ટ અને ચોર
દિલ્હીના એલજી વીકે સક્સેના આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ વિરુદ્ધ લીગલ એક્શન લેવા જઈ રહ્યાં છે, જેમણે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. એલજી ઓફિસ તરફથી તેની જાણકારી આપવામાં આવી છે.
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીના ઉપરાજ્યપાલ વીકે સક્સેના (LG VK Saxena) આમ આદમી પાર્ટી (AAP) ના નેતા વિરુદ્ધ લીગલ એક્શન લેવા જઈ રહ્યાં છે, જેમણે તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. એલજી ઓફિસના અધિકારીઓએ કહ્યું કે સક્સેના સૌરભ ભારદ્વાજ, અતિશી, દુર્ગેશ પાઠક અને જૈસમીન શાહ સહિત અન્ય નેતાઓ વિરુદ્ધ એક્શન લેવા જઈ રહ્યાં છે, જેણે તેમની વિરુદ્ધ ખુબ અપમાનજનક અને ભ્રષ્ટાચારના ખોટા આરોપ લગાવ્યા છે.
આપના ધારાસભ્ય દુર્ગેશ પાઠકે સોમવારે વિધાનસભામાં એલજીને ભ્રષ્ટ કહેતા આરોપ લગાવ્યો હતો કે ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન રહેતા વીકે સક્સેનાએ 1400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે વર્તમાન એલજીએ નોટબંધી દરમિયાન કૌભાંડને અંજામ આપ્યો હતો. દુર્ગેશ પાઠક આ બોલતા હતા ત્યારે ધારાસભ્યોએ પોસ્ટર-બેનર સાથે નારેબાજી શરૂ કરી હતી. એલજીની ધરપકડની માંગ સાથે અમારા એલજી ચોર છે જેવા નારા લગાવ્યા હતા.
હવે કાયદેસર કાર્યવાહી કરશે એલજી
દુર્ગેશ પાઠક તરફથી આરોપ લગાવ્યા બાદ આપના ધારાસભ્યોએ રાતભર વિધાનસભામાં ધરણા આપ્યા હતા. પાર્ટીના બીજા નેતાઓએ પણ આ વાત કરી હતી. એલજી ઓફિસે અધિકારીઓએ લીગલ એક્શનની પુષ્ટિ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે એલજી કેટલાક નેતાઓ વિરુદ્ધ માનહાનીનો કેસ દાખલ કરી શકે છે.
પહેલાથી ચાલી રહ્યો છે ટકરાવ
આ બધુ તેવા સમયે થઈ રહ્યું છે જ્યારે એલજી ઓફિસ અને આમ આદમી પાર્ટીની સરકાર વચ્ચે પહેલાથી ટકરાવ જોવા મળી રહ્યો છે. એલજીએ દિલ્હીમાં કથિત દારૂ કૌભાંડ અને શિક્ષણ કૌભાંડમાં તપાસના આદેશ આપ્યા છે. એલજીના આદેશ બાદ સરકારે શરાબ નીતિને પરત લેવી પડી છે અને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સીબીઆઈ તપાસમાં આવી ગયા છે. આ કારણે એલજી આપના નિશાના પર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે