આપણે રાષ્ટ્રીય રાજધાનીમાં રહીએ છીએ કે આદિવાસી વિસ્તારમાં: હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢી
સમગ્ર દેશણાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત, દિલ્હીમાં પરિસ્થિતી વણસતા હાઇકોર્ટ ધૂંવાપૂંવા
Trending Photos
નવી દિલ્હી : સમગ્ર દેશમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થઇ ચુક્યું છે. દિલ્હીમાં વરસાદના કારણે પાણી ભરાવા અંગે દિલ્હી હાઇકોર્ટે પ્રદેશ સરકારને આકરી શાબ્દિક ટીકા કરી છે. દિલ્હી સરકારની ઝાટકણી કાઢતા હાઇકોર્ટે કહ્યું કે, મિંટો બ્રિઝમાં ભરાયેલ પાણીની અખબારમાં છપાયેલી તસ્વીરો જોઇને લાગે છે કે આ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નથી. હાઇકોર્ટે કહ્યું કે, ત્યાં ફસાયેલા લોકોને કઢાઇ રહ્યા છે તેની તસ્વીરો જોઇને લાગે છે કે આ કોઇ આદિવાસી વિસ્તારની તસ્વીર છે.
હાઇકોર્ટે દિલ્હી સરકારને પુછ્યું કે, આ પરિસ્થિતી માટે જવાબદાર કોઇ છે. ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પ્રત્યેક વર્ષે ચોમાસા દરમિયાન સામાન્ય વરસાદ પડવા છતા ઘણુ બધુ પાણી ભરાઇ જાય છે.
હાઇકોર્ટે આકરી ઝાટકણી કાઢી.
દિલ્હી કોર્ટે 17 જુલાઇએ પાણી ભરાવાની સમસ્યાનું સ્વયં સંજ્ઞાન લેતા મુખ્ય સચિવને આ મુદ્દે બેઠક કરવા અને સમસ્યાના ઉકેલ માટે જરૂરી તમામ પગલા ઉઠાવવા માટે જણાવ્યું હતું. સાથે જ કોર્ટે દસ દિવસની અંદર મુખ્ય સચિવને કહ્યું કે, કોર્ટમાં સ્ટેટસ રિપોર્ટ રજુ કરે. બીજી તરફ હાઇકોર્ટે નગર નિગમ, દિલ્હી જળ બોર્ડ, કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયને પણ નોટિસ ઇશ્યુ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં પાણી ભરાવાની સમસ્યા દર વર્ષે સતત વધતી જાય છે.
બીજી તરફ પાણીભરાવાની સમસ્યા અંગે સરકારના વકીલે જવાબ રજુ કરતા જણાવ્યું કે, હાલની પાણી કાઢવાની સિસ્ટમ સિમિત ક્ષમતા ધરાવે છે. આ કારણે જ પાણી ભરાય છે. આ અંગે હાઇકોર્ટે કહ્યું કે, શું આ ક્ષમતા વધારવા માટે કંઇ કરી શકાય તેમ નથી.
દિલ્હીમાં વરસાદના કારણે આ સમસ્યામાં હજી વધારો થઇ શકે છે.
હવામાન વિભાગના અનુસાર આગામી ત્રણથી ચાર દિવસમાં ભારે વરસાદની આશંકા છે. વરસાદના કારણે દિલ્હીમાં પરિસ્થિતી વધારે ભયાનક થઇ શકે છે. બીજી તરફ હાઇકોર્ટમાં પાણી ભરાવાની સમસ્યા અંગે સુનવણી દરમિયાન પડેલા વરસાદમાં અનેક સ્થળો પર વરસાદ પડ્યો હતો. જેના કારણે દિલ્હીમાં ઠેર ઠેર ટ્રાફીક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેથી હાઇકોર્ટે આજે આ મુદ્દે આકરૂ વલણ અખતિયાર કર્યું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે