J&K: કુપવાડામાં 1 આતંકવાદી ઠાર, અનંતનાગમાં CRPF બંકરને નિશાન બનાવ્યું

બંન્ને તરફથી થઇ રહેલા ગોળીબારમાં આતંકવાદીઓ ઠાર મરાયો, હજી પણ આતંકવાદીઓ અને લશ્કર વચ્ચે ઘર્ષણ ચાલુ

J&K: કુપવાડામાં 1 આતંકવાદી ઠાર, અનંતનાગમાં CRPF બંકરને નિશાન બનાવ્યું

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડામા આતંકવાદીઓ અને સુરક્ષાદળોની વચ્ચે થયેલા ઘર્ષણમાં એક આતંકવાદી ઠાર થયો હોવાના સમાચાર છે. એખ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, વિસ્તારમાં આતંકવાદીઓની હાજરીની માહિતી મળવા અંગે સુરક્ષાદળોએ હંદવાડા વિસ્તારમાં ચેક સોદુલ ગામમાં અભિયાન ચલાવ્યું. તેમણે કહ્યું કે, જ્યારે છુપાયેલા આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર કરતા સર્ચ ઓપરેશન એન્કાઉન્ટરમાં પરિવર્તિત થઇ ગયું હતું. બંન્ને તરફથી ગોળીબાર થયો હતો જેમાં એક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. હજી સુધી એન્કાઉન્ટર ચાલી રહ્યું છે. 

બીજી તરફ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાંથી પણ આતંકવાદી હૂમલાના સમાચાર છે. અહીંના બિજબહેરા વિસ્તારમાં આતંકવાદીઓએ સીઆરપીએફના બંકરને નિશાન બનાવ્યું હતું. આતંકવાદીઓએ અર્ધસૈનિક દળના બંકર પર ગ્રેનેડ ફેંક્યો હતો. આ હૂમલામાં ત્રણ જવાનો ઘાયલ થયા છે. 

— ANI (@ANI) July 26, 2018

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે અનંતનાગ જિલ્લામાં ભારતીય સુરક્ષાદળોએ બે આતંકવાદીઓને ઠાર માર્યા હતા. આ બંન્ને આતંકવાદીઓ લશ્કર એ તોયબાના હતા. પોલીસે જણાવ્યું હતું કે, આતંકવાદીઓની હાજીરની માહિતી મળતાની સાથે જ પોલીસ, સીઆરપીએફ અને સેનાની સંયુક્ત ટીમે અહીં લાલ ચોકના મહેમાન મહોલ્લા ખાતેના એક મકાનમાં ઘેર્યા હતા. સુરક્ષાદળો જેવા શંકાસ્પદ મકાન તરફ આગળ વધ્યા આતંકવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જવાબમાં સુરક્ષાદળોએ પણ ગોળીબાર કર્યો હતો. ત્યાર બાદ ઘર્ષણ થયું જેમાં બે આતંકવાદીઓ ઠાર મારાયા હતા. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news