આ કાર, બાઇક્સ અને સ્કૂટર્સમાં હવે નહી મળે પેટ્રોલ-ડીઝલ! સરકારે જાહેર કર્યો આદેશ

Petrol-Diesel: દિલ્હી સરકારે પર્યાવરણને ધ્યાનમાં રાખતા કડક પગલાં નિર્ણય લીધો છે. હવે પીયુસી વિના વાહનચાલકોને ફ્યૂલ નહી આપવામાં આવે. જેની પાસે પીયુસી નથી તેમણે 25 ઓક્ટોબર સુધી પીયુસી કઢાવવાનો સમય આપ્યો છે. 

આ કાર, બાઇક્સ અને સ્કૂટર્સમાં હવે નહી મળે પેટ્રોલ-ડીઝલ! સરકારે જાહેર કર્યો આદેશ

Petrol-Diesel: વાહનોથી થનાર પ્રદૂષણને લઇને દિલ્હી સરકારે કડક પગલાં ભર્યા છે. સરકારે બુધવારે તમામ પેટ્રોલ પંપને નિર્દેશ આપ્યા છે કે તે ફક્ત તે વાહનોના માલિકોને ફ્યૂલ આપે, જેની પાસે પોતાના વાહનોનું માન્ય 'પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણ પત્ર' (PUC) છે. પરિવહન વિભાગે નોટીસ જાહેર કરી તે વાહન માલિકોને યીયૂસી માટે પોતાના વાહનોની તપાસ કરાવવાનો નિર્દેશ આપ્યો છે, જેના વાહન (ઇલેક્ટ્રિક વાહનોને છોડીને) રજિસ્ટ્રેશનની તારીખથી એક વર્ષ જૂના છે.  

આ ઉપરાંત દિલ્હી સરકારે પડોશી રાજ્યોમાં આવનાર તમામ બસની આનંદ વિહાર બસ સ્ટોપ પર પીયુસી સંબંધી તપાસ કરવા માટે ટુકડી બનાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હી સરકારે પ્રદૂષણના સ્તરને કાબૂમાં કરવાના પ્રયત્ન અંતગર્ત પીયુસી ન ધરાવનારા વાહનો વિરૂધ્ધ કાર્યવાહી તેજ કરી છે. 

પર્યાવરણ વિભાગે એક નોટિફિકેશન જાહેર કરી વિચાર કરી રહી છે કે પેટ્રોલ, ડીઝલ અને સીએનજી પંપના તમામ ડિલર માટે આ અનિવાર્ય કરવામાં આવે કે 25 ઓક્ટોબરથી માન્ય પીયૂસીસી બતાવે તો જ વાહનોને ફ્યૂલ વેચી શકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news