દિલ્હી: દારૂની દુકાનો પર ભારે ભીડ જોઈને કેજરીવાલ સરકાર 'ગભરાઈ', રાતોરાત 70% ભાવવધારો ઝીંકી દીધો

કોરોના વાયરસના વધતા પ્રકોપ અને લોકડાઉન 3.0 લાગુ થયા બાદ અપાયેલી છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. પરિણામે દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવવાનો નિર્ણય લીધો છે. આ નવો ટેક્સ એમઆરપી પર 70 ટકા લાગશે. વધેલા ભાવ મંગળવાર સવારથી જ લાગુ થઈ જશે. 

દિલ્હી: દારૂની દુકાનો પર ભારે ભીડ જોઈને કેજરીવાલ સરકાર 'ગભરાઈ', રાતોરાત 70% ભાવવધારો ઝીંકી દીધો

નવી દિલ્હી: કોરોના વાયરસના વધતા પ્રકોપ અને લોકડાઉન 3.0 લાગુ થયા બાદ અપાયેલી છૂટ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરતા દારૂની દુકાનો પર ભારે ભીડ જોવા મળી. પરિણામે દિલ્હીમાં દારૂ મોંઘો થઈ ગયો. દિલ્હી સરકારે દારૂના વેચાણ પર સ્પેશિયલ કોરોના ફી લગાવવાનો નિર્ણય લીધો છે. આ નવો ટેક્સ એમઆરપી પર 70 ટકા લાગશે. વધેલા ભાવ મંગળવાર સવારથી જ લાગુ થઈ જશે. આ સાથે જ એક્સાઈઝ કમિશનરે પોલીસ કમિશનરને પત્ર લખીને કહ્યું કે દારૂની દુકાનો પર કાયદો વ્યવસ્થા જાળવવામાં પોલીસ મદદ કરે. હવે દિલ્હીમાં જે દારૂની બોટલ 1000 રૂપિયામાં મળતી હતી તે મંગળવારથી 1700 રૂપિયામાં મળશે. કોરોના ફેલાતો અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ પર ભાર મૂકાયો છે પણ દારૂડિયાઓને તો બસ દારૂની બોટલ જ જોવા મળી રહી છે. 

લોકડાઉન 3.0ના પહેલા જ દિવસે જે છૂટ મળી હતી તેના કારણે દિલ્હીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાં. મોટી સંખ્યામાં લોકો દારૂની દુકાનો પર ઉમટી પડ્યા હતાં. જેના કારણે અનેક જગ્યાએ ભાગદોડની સ્થિતિ પણ થઈ હતી. દિલ્હીમાં આવી સ્થિતિ સર્જાતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નારાજગી પણ વ્યક્ત કરી. સાંજે તેમણે સ્પષ્ટપણે કહ્યું કે જો લોકોએ ફરીથી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કર્યું તો અમે આખા એરિયાને સીલ કરી દઈશું. એટલું જ નહીં દુકાનો સામે આવી સ્થિતિ જો બની તો તેના વિરુદ્ધ પણ કાર્યવાહી કરાશે. 

— ANI (@ANI) May 4, 2020

જો કે રાતોરાત સરકારે ભીડ ઓછી કરવા માટે દારૂના ભાવ વધારી દીધા છે. કહેવાય છે કે રેટ વધી જવાથી હવે દુકાનો પર ભીડ ઘટશે. સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યાની અનેક તસવીરો સામે આવ્યાં બાદ કેજરીવાલ સરકાર વિપક્ષના નિશાને આવી ગઈ હતી. દિલ્હીમાં 40 દિવસથી વધુ દિવસ બાદ દારૂની દુકાનો સોમવારે ખુલી હતી ત્યારે કેટલીક તો બંધ કરવી પડી હતી કારણ કે દુકાનની બહાર ભેગા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા નહતાં. ભીડને વિખેરવા માટે પોલીસે હળવો બળપ્રયોગ પણ કરવો પડ્યો હતો. 

કેજરીવાલે કહ્યું કે કોરોનાને હરાવવા માટે આપણે ત્રણ વાતો પર ધ્યાન આપવું પડશે. જેમાં ઘરેથી બહાર નીકળવા દરમિયાન માસ્ક પહેરવું જરૂરી, સોશિયલ ડિસ્ટન્સિંગ અને વારંવાર હાથ ધોવાનું સામેલ છે. આ વાતોનું ધ્યાન રાખશો તો આપણે કોરોનાથી બચીશું. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થયું તેનાથી મને ખુબ દુખ થયું. ભવિષ્યમાં જો આવી ફરિયાદો મળશે તો અમારે કડક કાર્યવાહી કરવી પડશે અને અપાયેલી છૂટછાટ પાછી લેવા માટે મજબુર થવું પડશે. તે દુકાન કે વિસ્તાર અમે સીલ કરી દઈશું. 

જુઓ LIVE TV

કેન્દ્રની ગાઈડલાઈન્સ મુજબ જ છૂટછાટ
કેજરીવાલે કહ્યું કે દોઢ મહિના સુધી લોકડાઉન બાદ આજથી કેન્દ્ર સરકારે દેશના અલગ અલગ ભાગોમાં છૂટ આપી છે. સમગ્ર દેશને રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં વહેંચવામાં આવ્યો છે. ગ્રીન ઝોનમાં વધુ છૂટછાટ અપાઈ છે તો ઓરેન્જ ઝોનમાં થોડી ઓછી છૂટછાટ અપાઈ છે. રેડ ઝોનમાં મર્યાદિત છૂટ અપાઈ છે. આપણે બધા જાણીએ છીએ કે કેન્દ્ર સરકારે દિલ્હીને રેડ ઝોનમાં રાખ્યું છે. રેડ ઝોનમાં સામેલ દિલ્હી માટે ખુબ ઓછી છૂટ છે અને કેન્દ્રની ગાઈડલાઈન્સની અલગ  કઈ થઈ શકશે નહીં. કેન્દ્ર સરકારે જે ગતિવિધિઓમાં છૂટ આપી છે તે મુજબ જ અમે દિલ્હીમાં મંજૂરી આપી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news