Delhi: શાસ્ત્રી પાર્કના ફર્નિચર માર્કેટમાં મધરાતે ભીષણ આગ, 250 દુકાનો ઝપેટમાં આવી

દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. 
Delhi: શાસ્ત્રી પાર્કના ફર્નિચર માર્કેટમાં મધરાતે ભીષણ આગ, 250 દુકાનો ઝપેટમાં આવી

નવી દિલ્હી: દિલ્હીના શાસ્ત્રી પાર્ક સ્થિત ફર્નિચર માર્કેટમાં મોડી રાતે લગભગ 12.45 વાગે ભીષણ આગ લાગી. ઘટનાની સૂચના મળતા જ ફાયર વિભાગનાી 32 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ. આગ લાગવાથી માર્કેટમાં લગભગ 250 ફર્નિચર અને હાર્ડવેરની દુકાનો તેની ઝપેટમાં આવી ગઈ. આ ઘટનામાં આઠ લોકોને રેસ્ક્યૂ કરાયા. આગ ઓલવવા માટે ફાયર વિભાગે ખુબ જદ્દોજહેમત કરવી પડી. ફાયર વિભાગના અધિકારીએ જણાવ્યું કે સવારે લગભગ 3 વાગે આગ પર કાબુ મેળવવામાં આવ્યો. 

દિલ્હી ફાયર સર્વિસમાં આસિસ્ટન્ટ ડિવિઝનલ ઓફિસ રાજેશ શુક્લાના જણાવ્યાં મુજબ શાસ્ત્રી પાર્કમાં એક ફર્નિચર બજારમાં આગ લાગી. આગ લાગવાની સૂચના મળતા જ 32 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા અને આગ બુઝવવાનું કામ શરૂ કર્યું. આઠ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા. 

— ANI (@ANI) April 10, 2021

ત્રણ દિવસ પહેલા જ દિલ્હીના દિલશાદ ગાર્ડન ઔદ્યોગિક વિસ્તારમાં સવારે ચાર માળની ઈમારતમાં આવેલા એક સ્ટેશનરી ગોડાઉનમાં આગ લાગી હતી. જો કે આ આગમાં પણ કોઈ જાનહાનિના સમાચાર નહતા. દિલ્હી ફાયર સેવાના નિદેશક અતુલ ગર્ગે આગ  લાગવા પાછળ શોર્ટ સર્કિટ કારણભૂત હોવાની શંકા વ્યક્ત કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news