Corona: દિલ્હીમાં પણ મુંબઈ જેવી સ્થિતિ? 5500થી વધુ કેસ, 20ના મૃત્યુ
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બુધવારે જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5506 નવા કેસ આવ્યા અને 20 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 11,133 થઈ ગયો છે.
Trending Photos
નવી દિલ્હીઃ રાજધાની દિલ્હીમાં ચાલી રહેલ કોરોનાની ચોથી લહેર વચ્ચે બેકાબૂ થતા સંક્રમણને કહેર મચાવ્યો છે. બુધવારે એક દિવસમાં પ્રથમવાર આ વર્ષે સર્વાધિક 5500થી વધુ નવા કેસ સામે આવ્યા અને 20 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં હવે સંક્રમિતોનો કુલ આંકડો વધીને 6.90 લાખને પાર થઈ ગયો છે. આ સાથે પોઝિટિવિટી રેટ પણ વધીને 6 ટકાથી વધી ગયો છે. મંગળવારે રાજધાનીમાં 5100 નવા કેસ સામે આવ્યા હતા.
દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી બુધવારે જારી હેલ્થ બુલેટિન પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 5506 નવા કેસ આવ્યા અને 20 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે મૃત્યુઆંક 11,133 થઈ ગયો છે. આજે 3363 દર્દીઓ સંક્રમણથી મુક્ત થયા છે, મંગળવારે આ સંખ્યા 2340 હતી. સ્વાસ્થ્ય વિભાગ પ્રમાણે દિલ્હીમાં અત્યાર સુધી સંક્રમિતોની સંખ્યા 6,90,568 થઈ ગઈ છે. રાજ્યમાં 10048 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે.
રાજ્યમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ વધીને 19,455 થઈ ગયા છે. તો અત્યાર સુધી 6,59,980 લોકો આ મરામારીને માત આપી સાજા થયા છે. આ સાથે મૃત્યુઆંક 11133 થઈ ગયો છે.
આ પણ વાંચોઃ Covid 19 Vaccination: હવે કાર્યસ્થળ પર રસીકરણ કેમ્પ, કેન્દ્રએ બનાવ્યો પ્લાન
દિલ્હી સ્વાસ્થ્ય વિભાગ અનુસાર આજે દિલ્હીમાં કુલ 90,201 ટેસ્ટ કરવામાં આવ્યા. તેમાંથી 52,477 આરટીપીસીઆર/સીબીએનએટી અને 37,724 રેપિડ ટેસ્ટ થયા છે. આ સાથે દિલ્હીમાં આજે 417 નવા કન્ટેઈન્મેન્ટ ઝોન બનાવવામાં આવ્યા છે. રાજધાનીમાં કુલ કન્ટેઈન્મેન્ટ ઝોનની સંખ્યા 3708 થઈ ગઈ છે.
કોરોનાની સ્થિતિ પર સરકારની નજર
રાજધાનીમાં કોવિડ-19ના મામલા ઝડપથી વધવા વચ્ચે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યુ કે, સરકાર મહામારીની સ્થિતિને લઈને સતર્ક છે અને નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, કોઈએ ડરવાની જરૂર નથી. છેલ્લા કેટલાક દિવસમાં રાજ્યમાં 2000 બેડ વધારવામાં આવ્યા છે અને હજુ વધુ 2000-2500 બેડની વ્યવસ્થા કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે