મોરારીબાપુએ રામકથામાં મર્યાદિત શ્રોતાઓને આવવા માટે કર્યો અનુરોધ
વિદેશના કે દેશના તો નહીં જ, પણ ગુજરાત કે સૌરાષ્ટ્રના પણ કોઇ શ્રોતાએ રામપરા આવવું નહીં. મહુવા કે તલગાજરડાના કોઇ શ્રોતાએ પણ રામપરા (Rampara) આવવાનું નથી.
Trending Photos
ભાવનગર: રામપરા - રાજુલા (Rajula) ની મુલતવી રહેલી કથા "માનસ મંદિર" - ૨૦ એપ્રિલે સવારે સાડા નવ કલાકે શરૂ થશે.આ કથા સંદર્ભમાં પૂજ્ય બાપુએ "માનસ હરિદ્વાર" (Manas Haridwar) કથાના પાંચમા દિવસે સહુને સાર્વજનિક સંદેશ પાઠવ્યો છે કે વૈશ્વિક વ્યાસપીઠનાં કોઇ ફ્લાવર, કથા શ્રવણ માટે આવવા ઇચ્છનારા વ્યક્તિને કે અન્ય કોઇ પણ જીજ્ઞાસુએ રામપરા કથા શ્રવણ માટે આવવાનું નથી.
વિદેશના કે દેશના તો નહીં જ, પણ ગુજરાત કે સૌરાષ્ટ્રના પણ કોઇ શ્રોતાએ રામપરા આવવું નહીં. મહુવા કે તલગાજરડાના કોઇ શ્રોતાએ પણ રામપરા (Rampara) આવવાનું નથી. માત્ર આ પંથકમાં રહેનારા ગ્રામીણ શ્રોતાઓને મર્યાદિત સંખ્યામાં આમંત્રણ અપાશે. એમને જ કથા મંડપમાં પ્રવેશ અપાશે. એમાં પણ કોરોના સામેની તમામ સાવધાની જાળવવામાં આવશે.
કોરોના (Coronavirus) ની સ્થિતિ વિકટ બનતી જાય છે. ત્યારે કદાચ રામપરાની કથા ફરી વાર મુલતવી રાખવી પડે, એવું પણ બની શકે. અથવા માત્ર પાંચ પંદર શ્રોતાઓ સમક્ષ કથાગાન કરીને કથાને પૂર્ણ કરવામાં આવશે. સહુએ ઘેર બેઠા ટીવીનાં માધ્યમથી જ કથાનું શ્રવણ કરવું એવો સ્પષ્ટ અનુરોધ પૂજ્ય બાપુએ સહુને કર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે