Batla House Encounter : આરોપી આરિઝ ખાનને ફાંસીની સજા, ભાજપે કહ્યું- માફી માંગે સોનિયા, મમતા, કેજરીવાલ
પ્રકાશ જાવડેકરે મામલામાં વિપક્ષના નેતાઓની માફીની માંગ કરી છે. પ્રકાશ જાવડેકરે માફીની માંગ કરતા કહ્યુ, 'સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને દિગ્વિજય સિંહે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને આતંકીઓનો પક્ષ લીધો હતો. હું માંગ કરુ છું કે તે દેશની માફી માંગે.'
Trending Photos
નવી દિલ્હીઃ દિલ્હીની એક કોર્ટે વર્ષ 2008માં બાટલા હાઉસ એનકાઉન્ટર (Batla House encounter) દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર મોહન ચંદ શર્માની હત્યાના દોષી આરિઝ ખાન (Ariz Khan) ને સોમવારે મોતની સજા સંભળાવવામાં આવી છે. કોર્ટે આ કેસને 'રેયરેસ્ટ ઓફ ધ રેયર' માનતા સજાની જાહેરાત કરી છે. હવે આ મામલામાં રાજનીતિ શરૂ થઈ ગઈ છે. ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે મામલાને લઈને વિપક્ષી નેતાઓ પાસે માફીની માંગ કરી છે.
એડિશનલ સેશન્સ જજ સંદીપ યાદવે આરિઝ પર કુલ 11 લાખનો દંડ પણ લગાવ્યો છે. કોર્ટે કહ્યું કે, તેમાંથી 10 લાખ રૂપિયા તત્કાલ શર્માના પરિવારના સભ્યોને આપવા પડશે. આ પહેલા દિલ્હી પોલીસે આતંકવાદી સંગઠન 'ઈન્ડિયન મુઝાહિદ્દીન' સાથે કથિત રૂપથી જોડાયેલા ખાનને મોતની સજા આપવાની વિનંતી કરી અને કહ્યું કે, આ માત્ર હત્યાનો મામલો નથી, પરંતુ ન્યાયની રક્ષા કરનાર કાયદાકીય અધિકારીની હત્યાનો મામલો છે.
પ્રકાશ જાવડેકરે મામલામાં વિપક્ષના નેતાઓની માફીની માંગ કરી છે. પ્રકાશ જાવડેકરે માફીની માંગ કરતા કહ્યુ, 'સોનિયા ગાંધી, અરવિંદ કેજરીવાલ, મમતા બેનર્જી અને દિગ્વિજય સિંહે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યા હતા અને આતંકીઓનો પક્ષ લીધો હતો. હું માંગ કરુ છું કે તે દેશની માફી માંગે.'
પોલીસ તરફથી રજૂ થયેલા અધિક સરકારી વકીલ એ ટી અંસારીએ કહ્યુ કે, આ મામલામાં એવી સજા આપવાની જરૂર છે, જેથી અન્ય લોકોને પણ શીખ મળે અને આ સજા મૃત્યુદંડ હોવી જોઈએ. ખાનના વકીલ એમ એસ ખાને પોતાના આરોપીને મૃત્યુદંડ આપવાનો વિરોધ કર્યો. દિલ્હીની એક કોર્ટે 2008માં બાટલા હાઉસ અથડામણ દરમિયાન શર્માની હત્યા માટે આરિઝ ખાનને આઠ માર્ચે દોષી ઠેરવ્યા હતા.
કોર્ટે આરિઝને દોષી માનતા કહ્યુ હતુ કે, આ સાબિત થાય છે કે આરિઝ ખાન અને તેના સાથીઓએ પોલીસ અધિકારી પર ગોળી ચલાવી અને તેની હત્યા કરી. દક્ષિણી દિલ્હીના જામિયા નગર વિસ્તારમાં 2008માં બાટલા હાઉસ એનકાઉન્ટર દરમિયાન દિલ્હી પોલીસના વિશેષ ઇન્સ્પેક્ટર નિરીક્ષક શર્માની હત્યા કરી દીધી હતી. આ મામલાના સંબંધમાં જુલાઈ 2013માં એક કોર્ટે ઈન્ડિયન મુઝાહિદ્દીનના આતંકવાદી શહઝાદ અહમદને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી.
દિલ્હી પોલીસે કોર્ટના નિર્ણયનું સ્વાગત કર્યુ છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ DCP સંજીવ યાદવે ચુકાદા પર કહ્યુ, આ એક સારો નિર્ણય છે. મોહન ચંદ શર્માને સાચી શ્રદ્ધાંજલિ મળી રહી છે. તેમને મારનારને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. આ ચુકાદાથી પોલીસનો ઉત્સાહ વધશે.
આ ચુકાદા વિરુદ્ધ અહમદની અપીલ સર્વોચ્ચ કોર્ટમાં પેન્ડિંગ છે. આરિઝ ખાન ઘટનાસ્થળેથી ભાગી ગયો હતો અને તેને ભાગેડુ જાહેર કરી દેવામાં આવ્યો હતો. ખાન 14 ફેબ્રુઆરી 2018ના ઝડપાયો અને ત્યારથી તેના પર કેસ ચાલી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે