Ind vs Eng: જીતના બાદ ભારત માટે ખરાબ સમાચાર, Team India પર કરી મોટી કાર્યવાહી

ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

Ind vs Eng: જીતના બાદ ભારત માટે ખરાબ સમાચાર, Team India પર કરી મોટી કાર્યવાહી

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ સામે બીજી ટી-20 મેચમાં 7 વિકેટથી શાનદાર જીત છતાં ટીમ ઇન્ડિયા (Team India) માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ICC એ રવિવારે મોટેરાના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી બીજી ટી-20 મેચમાં સ્લો ઓવર રેટને લઇને ટીમ ઈન્ડિયા પર 20 ટકા મેચ ફીનો દંડ ફટકાર્યો છે.

ટીમ ઇન્ડિયાને ફટકાર્યો દંડ
ભારતીય ટીમ (Team India) મેચ દરમિયાન નિર્ધારિત સમય કરતા એક ઓવર ઓછી ફેંકવા બદલ દોષી સાબિત થઈ હતી અને ત્યારબાદ મેચ રેફરી જવાગલ શ્રીનાથે દંડ ફટકાર્યો હતો. ICC એ એક નિવેદનમાં કહ્યું છે કે, ભારત ICC ની આચારસંહિતા 2.22 ના ઉલ્લંઘન માટે દોષી સાબિત થયું છે. તેથી, તેમના ખેલાડીઓ પર મેચ ફીના 20 ટકા દંડ ફટકારવામાં આવે છે.

— ICC Media (@ICCMediaComms) March 15, 2021

બીજી ટી-20 માં ભારતને મળી હતી જીત
ICC એ વધુમાં કહ્યું કે, કોહલીએ તેની ભૂલ અને દંડની રકમ સ્વીકારી લીધી છે અને તેથી હવે તેની સામે ઔપચારિક સુનાવણીની જરૂર નથી. ફીલ્ડ અમ્પાયર અનિલ ચૌધરી અને કે.એન. અનંતાપદ્મનાભન અને ત્રીજા અમ્પાયર વિરેન્દ્ર શર્માએ ભારતીય ટીમ પર આરોપ લગાવ્યો હતો. યજમાન ઈન્ડિયાએ રવિવારે રમાયેલી બીજી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને સાત વિકેટે પરાજય આપ્યો છે અને પાંચ મેચની ટી-20 શ્રેણીમાં 1-1 થી જીત મેળવી છે. મંગળવારે બંને ટીમો વચ્ચે ત્રીજી ટી-20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news