દિલ્હીમાં કોરોનાનો કેર યથાવત, એક દિવસમાં 2 હજારથી વધુ કેસ, 62ના મૃત્યુ


દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2199 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 62 લોકોના મૃત્યુ થયા છે. દિલ્હીમાં કોરોનાના કેસોની સંખ્યા વધીને 87 હજાર 360 થઈ ગયા છે. 
 

દિલ્હીમાં કોરોનાનો કેર યથાવત, એક દિવસમાં 2 હજારથી વધુ કેસ, 62ના મૃત્યુ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ યથાવત છે. રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં નવા 2199 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન કુલ 62ના મોત થયા છે. દિલ્હીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 87 હજાર 360 થઈ ગઈ છે. જ્યારે 2742 લોકોના મૃત્યુ થયા છે. 

રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 2113 લોકો સાજા પણ થયા છે. અત્યાર સુધી 58 હજાર 348 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળી છે. દિલ્હીમાં કોરોનાના એક્ટિવ કેસ 26 હજાર 270 છે. 16240 લોકો હોમ આઇસોલેશનમાં છે. છેલ્લા 24 કલાકમાં 9,585 RTPCR  ટેસ્ટ થયા છે. જ્યારે 7,592 એન્ટીજેન ટેસ્ટ થયા છે. દિલ્હીમાં અત્યાર સુધી  5,31,752 ટેસ્ટ થયા છે. 

 બિહારમાં ફરી આકાશમાંથી વરસ્યુ મોત, વીજળી પડવાથી 11ના મોત

તો દેશમાં કોરોનાનો કેર વધી રહ્યો છે. દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 5 લાખ 66 હજાર થઈ ગયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 3 લાખ 34 હજારથી વધુ છે. જ્યારે 16 હજાર 893 દર્દીઓના મોત થયા છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news