CM કેજરીવાલને હવે આ નેતાની ધરપકડ થવાનો ડર, કહ્યું- 'ખોટા કેસમાં ફસાવવામાં આવી શકે છે'
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે મારી પ્રધાનમંત્રીને હાથ જોડીને વિનંતી છે કે એક એક કરીને જેલમાં નાખવાની જગ્યાએ AAP ના તમામ મંત્રીઓ, વિધાયકોને એક સાથે જેલમાં નાખી દો. તમામ એજન્સીઓને કહી દો કે એક સાથે બધી તપાસ કરી લે. તમે એક એક મંત્રીની ધરપકડ કરો છો તેનાથી જનતાના કામમાં વિધ્ન પડે છે.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પ્રેસ કોન્ફરન્સમાં ભાજપ પર આકરા પ્રહાર કર્યા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની ઈડી દ્વારા ધરપકડ થયા બાદ આજે કેજરીવાલે કહ્યું કે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની પણ ધરપકડ થઈ શકે છે અને આ જાણકારી તેમને વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી છે.
मैंने कुछ महीने पहले ही बता दिया था BJP फ़र्ज़ी Case में @SatyendarJain को गिरफ़्तार करेगी
विश्वसनीय सूत्रों से पता चला है कि BJP ने जांच Agencies को @msisodia पर किसी न किसी तरह का फ़र्ज़ी केस बनाने को कहा है
Manish Sisodia देश की शिक्षा क्रांति के जनक हैं
— AAP (@AamAadmiParty) June 2, 2022
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે શિક્ષણ મંત્રી મનિષ સિસોદિયાને ખોટા કેસમાં ફસાવીને ધરપકડ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ જે રીતે સત્યેન્દ્ર જૈન વિરુદ્ધ ખોટો કેસ દાખલ કર્યો બરાબર તે જ રીતે મનિષ સિસોદિયા વિરુદ્ધ પણ એવું કરશે. તેમણે કહ્યું કે સિસોદિયા ભારતની શિક્ષણક્રાંતિના જનક છે. આઝાદ ભારતના ઈતિહાસના કદાચ તેઓ સૌથી સારા શિક્ષણ મંત્રી છે. દિલ્હીની સરકારી શાળાઓમાં 18 લાખ બાળકો ભણે છે અને મનિષ સિસોદિયાએ આ બાળકોને સારા ભવિષ્યની આશા બંધાવી છે.
मेरी प्रधानमंत्री जी से विनती है:
एक-एक करके Jail में डालने की जगह AAP के सभी मंत्रियों और MLAs को एक साथ जेल में डाल दीजिए।
एक साथ सारी जांच कर लीजिए ताकि उसके बाद हम काम कर सकें।
— AAP (@AamAadmiParty) June 2, 2022
તેમણે વધુમાં કહ્યું કે સત્યેન્દ્ર જૈન અને મનિષ સિસોદિયાને ખોટા કેસમાં જેલમાં નાખીને આ લોકો દિલ્હીમાં શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જે સારા કામ થઈ રહ્યા છે તેને રોકવા માંગે છે. પરંતુ હું એ નહીં થવા દઉ. સારા કામ થતા રહેશે. મારી પ્રધાનમંત્રીને હાથ જોડીને વિનંતી છે કે એક એક કરીને જેલમાં નાખવાની જગ્યાએ AAP ના તમામ મંત્રીઓ, વિધાયકોને એક સાથે જેલમાં નાખી દો. તમામ એજન્સીઓને કહી દો કે એક સાથે બધી તપાસ કરી લે. તમે એક એક મંત્રીની ધરપકડ કરો છો તેનાથી જનતાના કામમાં વિધ્ન પડે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે