Baba Ka Dhaba: 'બાબા કા ઢાબા'વાળા કાંતા પ્રસાદે આત્મહત્યાની કોશિશ કરી, ખુબ નુકસાન થયા બાદ બંધ થઈ હતી નવી હોટલ

કોરોનાકાળમાં ખુબ ચર્ચામાં આવેલા બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાની કોશિશ કરી છે. દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં રહેતા કાંતા પ્રસાદે દારૂ પીને ઊંઘની ગોળીઓ ગળી અને આત્મહત્યાની કોશિશ કરી. 

Baba Ka Dhaba: 'બાબા કા ઢાબા'વાળા કાંતા પ્રસાદે આત્મહત્યાની કોશિશ કરી, ખુબ નુકસાન થયા બાદ બંધ થઈ હતી નવી હોટલ

નવી દિલ્હી: કોરોનાકાળમાં ખુબ ચર્ચામાં આવેલા બાબા કા ઢાબા (Baba Ka Dhaba) ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાની કોશિશ કરી છે. દિલ્હીના માલવીય નગર વિસ્તારમાં રહેતા કાંતા પ્રસાદે દારૂના નશામાં ગુરુવારે રાતે લગભગ 10 વાગે ઊંઘની ગોળીઓ ગળી અને આત્મહત્યાની કોશિશ કરી. 

મળતી માહિતી મુજબ 80 વર્ષના કાંતા પ્રસાદે દારૂના નશામાં ઊંઘની ગોળીઓ ગળી લીધી. કાંતા પ્રસાદને મોડી રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડાયા. હાલ બાબા કાંતા પ્રસાદ આઉટ ઓફ ડેન્જર છે. પોલીસને આ અંગે હોસ્પિટલ પાસેથી જ માહિતી મળી છે. દિલ્હી પોલીસના ડીસીપી સાઉથ અતુલ ઠાકુરે નિવેદન આપ્યું કે 80 વર્ષના કાંતા પ્રસાદને મોડી રાતે સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. કાંતા પ્રસાદે દારૂ પીધો હતો અને ઊંઘની ગોળીઓ ગળી હતી. કાંતા પ્રસાદના પુત્રનું નિવેદન લેવાયું છે આ મામલે તપાસ ચાલુ છે. 

નવી હોટલ બંધ થઈ ગઈ
ગત વર્ષે વીડિયો વાયરલ થયા બાદ મોટી સંખ્યામાં લોકો કાંતા પ્રસાદની મદદે આવ્યા હતા અને તેમને લાખો રૂપિયાની મદદ કરી હતી. આર્થિક મદદ મળ્યા બાદ કાંતા પ્રસાદે ગત વર્ષ ડિસેમ્બરમાં એક નવી રેસ્ટોરા શરૂ કરી હતી. જે આ વર્ષે ફેબ્રુઆરીમાં બંધ થઈ ગઈ. રેસ્ટોરામાં ભારે નુકસાન થતું હતું. હોટલનો માસિક ખર્ચ એક લાખ રૂપિયા હતો. જ્યારે સરેરાશ માસિક વેચાણ 40 હજાર રૂપિયાથી વધારે નહતું થતું. કાંતા પ્રસાદના ખર્ચામાં 35000 રૂપિયા હોટલનું ભાડું, 36,000 રૂપિયા 3  કર્મચારીનો પગાર અને 15 હજાર રૂપિયા રાશન, વીજળી અને પાણીનો ખર્ચો સામેલ હતો. હોટલમાં ધીરે ધીરે ગ્રાહકો આવવાના ઓછા થઈ ગયા અને ખર્ચો વધવા લાગ્યો. ત્યારબાદ બાબાએ તે બંધ કરવી પડી. 

— ANI (@ANI) June 18, 2021

રાતો રાત સ્ટાર બની ગયા હતા બાબા કા ઢાબાના કાંતા પ્રસાદ
અત્રે જણાવવાનું કે ગત વર્ષે યુટ્યૂબર ગૌરવ  વાસને એક વીડિયો શેર કર્યો હતો. જેમાં બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદ અને બાદામી દેવી હતા. આ વીડિયોમાં કોરોનાની થપાટના કારણે જે સ્થિતિ ઊભી થઈ હતી તેથી બાબા રોતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થયા બાદ તેમનું ભાગ્ય પલટી ગયું હતું. ઢાબા પર ખાવા આવનારાની લાઈન લાગી ગઈ. મોટી સંખ્યામાં લોકો તેમની મદદે આવ્યા હતા અને તેમને લાખો રૂપિયાની મદદ કરી હતી. આર્થિક મદદ મળ્યા બાદ કાંતા પ્રસાદે ગત વર્ષ ડિસેમ્બરમાં નવી હોટલ ખોલી હતી. જે ફેબ્રુઆરીમાં બંધ થઈ ગઈ. યુટ્યૂબર પર ફ્રોડનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. 

ગૌરવ વાસનની માફી માંગીને રડવા લાગ્યા હતા કાંતા પ્રસાદ
હાલમાં જ યુટ્યૂબર ગૌરવ વાસને કાંતા પ્રસાદની મુલાકાત કરી હતી. ગૌરવે ત્યારે કહ્યું હતું કે ભૂલ કરનારા કરતા હંમેશા માફી આપનારા મોટા હોય છે , મારા માતા પિતાએ મને આ શીખામણ આપેલી છે. આ અગાઉ કાંતા પ્રસાદ એક વીડિયોમાં ગૌરવને હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news