Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા

જીલ્લા પોલીસવડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે પોલીસ વડા પણ કેડ સમા પાણીમાં ઓફીસમાં જતા નજરે પડ્યા હતા.

Anand માં 4 કલાકમાં 7 ઈંચ વરસાદ: શહેર બોટમાં ફેરવાયું, મેઘરાજાએ કર્યા ખમૈયા

જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: આણંદ (Anand) શહેરમાં વહેલી સવારે માત્ર બે કલાકના અરસામાં વરસેલા ભારે વરસાદને પગલે શહેરના મોટાભાગના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આણંદ (Anand) શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણીને લઇને વાહનચાલકોને અગવડ પણ પડી હતી. શહેરના ગામડીવડ, લોટ્યાભાગોળ, નવા બસસ્ટેન્ડ રોડ, વ્યાયામ શાળા રોડ, એવી રોડ જેવા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

માત્ર ગણતરીના 4 કલાકો કલાકોમાં વરસેલા 7 ઇંચથી વધુ વરસાદ (Rain) ને કારણે નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ ભરાયેલા પાણીને રોકવામાં અસમર્થ જોવા મળ્યું હતું. શહેરમાં વરસેલા ભારે વરસાદને પગલે જીલ્લા પોલીસવડાનું નિવાસ સ્થાન અને કચેરી પણ બેટમાં ફેરવાયા હતા. ત્યારે પોલીસ વડા પણ કેડ સમા પાણીમાં ઓફીસમાં જતા નજરે પડ્યા હતા અને પોલીસ વડાની કચેરીમાં ફરજ બજાવતા કર્મીઓ પણ પાણી ડહોળી કામ અર્થે પહોચ્યા હતા.

ભારે વરસાદ (Rain) ને પગલે ખેતિનિયામકની કચેરીના કેમ્પસમાં અને અનાજના ગોડાઉન કેમ્પસમાં પણ પાણી ભરાયા હતા. જોકે સદ્નસીબે અનાજ નો જથ્થો ગોડાઉનમાં સુરક્ષિત ગોઠવવા઼થી કોઇ નુકશાન થયુ ન હોવાનું ગોડાઉન મેનેજરે પણ જણાવ્યુ હતું. ભારે વરસાદને લઇને આણંદ (Anand) થી ગામડીને જોડતા માર્ગ પર આવેલું તુલસી ગરનાળામાં પણ દર વર્ષેની જેમ પાણી ભરાતા વાહનચાલકોને ૨ કીમી જેટલું અંતર વધુ કાપી બીજા રસ્તે જવુ પડ્યુ હતું.

વરસાદ (Rain) ને લઇને જીલ્લા પોલીસ વડા અને કલેક્ટરે પણ બેઠક કરી હતી ત્યારે  શહેરમાં વરસાદ માટે હકારાત્મક અભિગમ દાખવતા જીલ્લા કલેક્ટરે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે વરસાદ (Rain) એ ભગવાનનો પ્રસાદ છે, ત્યારે ઓછા સમયમાં વરસેલો ભારે વરસાદ (Rain) ના કારણે શહેરમાં પાણી ભરાયા છે જે ધીમે ધીમે ઓસરી રહ્યા છે. ત્યારે નગરપાલિકાનું વહીવટી તંત્ર પણ આ બાબતે જરુરી કામગીરી કરી રહ્યુ છે. 

ભારે વરસાદ (Rain) ને કારણે શહેર અને આસપાસના ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જોકે ત્રણ કલાકના વરસાદ બાદ મેઘરાજાએ ખમૈયા કર્યા હતા જેના કારણે અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા પાણી પણ ઓસરી રહ્યા છે, જે આણંદ શહેર માટે સારા સમાચાર છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news