સતત 7માં રાજ્યમાં BJPને ન મળી સત્તા, 12 રાજ્યોમાં ભાજપ વિરોધી સરકારો
દિલ્હીની સાથે જ ભાજપના નેતૃત્વવાળું એનડીએ છેલ્લા બે વર્ષમાં છ રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂક્યું છે. ગત વખતે દિલ્હીમાં માત્ર 3 બેઠકો મેળવનારા ભાજપને આ વખતે સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર જીતની આશા સાથે સત્તામાં આવવાની આશા છેલ્લી ઘડી સુધી રાખી હતી.
Trending Photos
નવી દિલ્હી: દિલ્હીની સાથે જ ભાજપના નેતૃત્વવાળું એનડીએ છેલ્લા બે વર્ષમાં છ રાજ્યોમાં સત્તા ગુમાવી ચૂક્યું છે. ગત વખતે દિલ્હીમાં માત્ર 3 બેઠકો મેળવનારા ભાજપને આ વખતે સારા પ્રદર્શનની આશા હતી. દિલ્હીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ મનોજ તિવારીએ 48 બેઠકો પર જીતની આશા સાથે સત્તામાં આવવાની આશા છેલ્લી ઘડી સુધી રાખી હતી. પરંતુ ભાજપની દિલ્હી ફતેહ કરવાની આશા પર પાણી ફરી વળ્યું છે. ભાજપ માટે હવે કપરો સમય છે. કારણ કે દિલ્હી સહિત 12 રાજ્યોમાં હવે ભાજપ વિરોધી પક્ષોની સરકારો છે. એનડીએને 16 રાજ્યોમાં જ સરકાર છે. આ રાજ્યોમાં 42 ટકા વસ્તી રહે છે.
કોંગ્રેસ આપબળે કે ગઠબંધન દ્વારા મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પંજાબ અને પુડ્ડુચેરીમાં સત્તા પર છે. ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં ઝારખંડમાં સરકાર બન્યા બાદ કોંગ્રેસની હવે 7 રાજ્યોમાં સરકાર છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી સતત ત્રીજીવાર જીતી છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ, કેરળમાં માકપાના નેતૃત્વવાળું ગઠબંધન, આંધ્ર પ્રદેશમાં વાઈએસઆર કોંગ્રેસ, ઓડિશામાં બીજેડી, અને તેલંગાણામાં ટીઆરએસ સત્તા પર છે.
એક અન્ય રાજ્ય તમિલનાડુ છે જ્યાં ભાજપે અન્નામુદ્રક સાથે લોકસભા ચૂંટણી તો લડી હહતી પરંતુ રાજ્યમાં તેમનો એક પણ વિધાયક નથી. આથી તે સત્તામાં ભાગીદાર નથી.
ડિસેમ્બર 2017માં એનડીએ સારી સ્થિતિમાં હતું. ભાજપ અને તેના સહયોગી પક્ષો પાસે 19 રાજ્યો હતા. એક વર્ષ બાદ ભાજપે ત્રણ રાજ્યો મધ્ય પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં સત્તા ગુમાવી દીધી. હવે ત્યાં કોંગ્રેસની સત્તા છે. ચોથું રાજ્ય આંધ્ર પ્રદેશ છે જ્યાં ભાજપ-ટીડીપીની સરકાર હતી પરંતુ માર્ચ 2018માં ટીડીપીએ ભાજપ સાથે નાતો તોડ્યો.
જુઓ LIVE TV
વર્ષ 2019માં થયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ વાઈએસઆર કોંગ્રેસે સરકાર બનાવી. પાંચમુ રાજ્ય મહારાષ્ટ્ર છે જ્યાં ચૂંટણી બાદ શિવસેનાએ એનડીએ સાથે નાતો તોડ્યો અને હાલમાં જ કોંગ્રેસ-એનસીપી સાથે સરકાર બનાવી લીધી. હવે દિલ્હીમાં એકવાર ફરીથી ભાજપે નિરાશ થવાનો વારો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે