U19 World Cup: ICCએ 3 બાંગ્લાદેશી અને 2 ભારતીય ખેલાડીને ફટકારી સજા


ICC U19 Cricket World Cup: બાંગ્લાદેશે ફાઇનલ મેચમાં ભારતને હરાવ્યું હતું. આ મેચ બાદ બંન્ને ટીમના ખેલાડીઓ વચ્ચે વિવાદ થયો હતો. 

U19 World Cup: ICCએ 3 બાંગ્લાદેશી અને 2 ભારતીય ખેલાડીને ફટકારી સજા

દુબઈઃ અન્ડર-19 વિશ્વકપ ફાઇનલ બાદ થયેલી અપ્રિય ઘટનાઓ માટે આઈસીસીએ ભારતના બે ખેલાડીઓ આકાશ સિંહ અને રવિ બિશ્નોઈ અને ત્રણ બાંગ્લાદેશી ખેલાડીઓ પર આરોપ લગાવ્યા છે. આકાશ અને બિશ્નોઈ સિવાય બાંગ્લાદેશના મોહમ્મદ તૌહીદ, શમીમ હુસૈન અને રકીબુલ હસનને આઈસીસીની આચાર સંહિતાના ઉલ્લંઘનના દોષી માનવામાં આવ્યા છે. બાંગ્લાદેશની ભારત પર ત્રણ વિકેટથી જીત બાદ બંન્ને ટીમોના કેટલાક ખેલાડીઓમાં લગભગ મારામારીની સ્થિતિ આવી ગઈ હતી. 

આઈસીસીએ એક નિવેદનમાં કહ્યું, 'પાંચ ક્રિકેટરોને ખેલાડીઓ અને સહયોગી સ્ટાફ માટે આઈસીસીની આચાર સંહિતાના લેવલ-3ના ઉલ્લંઘનના દોષી સાબિત થયા છે. તેના પર કલમ 2.21 અને બિશ્નોઈ પર 2.5ના ઉલ્લંઘનનો આરોપ લગાવવામાં આવ્યો છે. બધાએ સજાનો સ્વીકાર કરી લીધો છે.'

બાંગ્લાદેશના કેટલાક ખેલાડી જીત બાદ ભાવનાઓ કાબુમાં રાખી શક્યા નહીં.  તેના કેપ્ટન અકબર અલીએ તેના માટે માફી માગી પરંતુ ભારતીય કેપ્ટન પ્રિયમ ગર્ગનું કહેવું હતું કે આમ થવાની જરૂર નહતી. બાંગ્લાદેશના ખેલાડીઓનું વર્તન ખરાબ હતું. 

આઈસીસીએ કહ્યું, 'ભારતના આકાશે સજાનો સ્વીકાર કરી લીધો છે અને તેના પર આઠ સસ્પેન્ડશન પોઈન્ટ લગાવ્યા જે 6 ડિમેરિટ પોઈન્ટની બરોબર છે. આ બે વર્ષ સુધી તેના રેકોર્ડમાં રહેશે.' બિશ્નોઈ પર પાંચ પાંચ સસ્પેન્ડશન પોઈ્ટ એટલે કે પાંચ ડિમેરિટ પોઈન્ટ લગાવવામાં આવ્યા છે. આઈસીસીએ કહ્યું, 'બિશ્નોઈએ કલમ 2.5ના લેવલ-1ના ઉલ્લંઘનના આરોપનો સ્વીકાર કર્યો છે જે આ મેચ દરમિયાન એક અન્ય ઘટનાનો હતો. તે 23મી ઓવરમાં અભિષેક દાસને આઉટ કર્યા બાદ વધુ આક્રમક જોવા મળ્યો જે સામે વાળાને ઉશકેરી શકતો હતો. તે માટે બે ડિમેરિટ પોઈન્ટ ભરવા પડશે એટલે કે કુલ સાત ડિમેરિટ પોઈન્ટ તેના રેકોર્ડમાં બે વર્ષ સુધી રહેશે.'

બાંગ્લાદેશના તૌહીદ પર 10 સસ્પેન્ડશન પોઈન્ટ એટલે કે 6 ડિમેરિટ પોઈન્ટ. તો શમીમ પર આઠ સસ્પેન્ડશન પોઈન્ટ (છ ડિમેરિટ પોઈન્ટ) અને હસન પર ચાર સસ્પેન્ડશન પોઈન્ટ (પાંચ ડિમેરિટ પોઈન્ટ) લગાવવામાં આવ્યા છે. તમામ આરોપ મેદાની અમ્પાયરોસેમ એન અને એડ્રિયન હોલ્ડસ્ટોક, ત્રીજા અમ્પાયર રવિન્દ્ર વિમલાસિરી અને ચોથા અમ્પાયર પેટ્રિક બોંગની જેલેએ લગાવ્યા હતા. સસ્પેન્ડશન પોઈન્ટ આગામી આંતરરાષ્ટ્રીય મેચો પર લાગૂ થશે. એક સસ્પેન્ડશન પોઈન્ટનો અર્થ છે કે ખેલાડી એક વનડે કે ટી20, અન્ડર 19 કે એ ટીમ આંતરરાષ્ટ્રીય મેચથી બહાર રહેશે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news