ચૂંટણીના ચાર દિવસ પહેલા AAPએ ખોલ્યો 'પટારો', કેજરીવાલના આ 'માસ્ટરસ્ટ્રોક'થી થશે દિલ્હી ફતેહ?
વોટિંગના બરાબર ચાર દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. આ ઘોષણાપત્રમાં આમ આદમી પાર્ટીએ આગામી પાંચ વર્ષ માટે વિઝન રજુ કર્યું છે. જેમાં પાર્ટીએ જનલોકપાલ અને સ્વરાજ બિલ લાવવાનું વચન આપ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: વોટિંગના બરાબર ચાર દિવસ અગાઉ આમ આદમી પાર્ટી (AAP) એ ચૂંટણી ઢંઢેરો બહાર પાડી દીધો છે. આ ઘોષણાપત્રમાં આમ આદમી પાર્ટીએ આગામી પાંચ વર્ષ માટે વિઝન રજુ કર્યું છે. જેમાં પાર્ટીએ જનલોકપાલ અને સ્વરાજ બિલ લાવવાનું વચન આપ્યું છે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે આ ઘોષણાપત્ર દ્વારા દિલ્હીને આધુનિક દિલ્હી બનાવા માટે મળીને કામ કરીશું. આપે વચનો આપ્યા છે કે દિલ્હી સરકાર દ્વારા શાળાઓમાં શરૂ કરાયેલી હેપિનેસ કરિકુલમ અને આંતરપ્રિન્યોરશીપ કરિકુલમની સફળતા બાદ દેશભક્તિ પાઠ્યક્રમ પણ લાવવામાં આવશે. ચૂંટણી ઢંઢેરાના બે ભાગ છે. જેમાં પહેલા ભાગમાં 10 ગેરંટી છે જે આમ આદમી પાર્ટી પહેલા જ બહાર પાડી ચૂકી છે. બીજા ભાગમાં વિસ્તારથી એ કામોને જણાવવામાં આવ્યાં છે જેને આમ આદમી પાર્ટી આગામી પાંચ વર્ષમાં કરશે. જેમાં પાર્ટીએ દિલ્હીના લોકોને મસમોટા વચનો આપેલા છે.
ગેરંટી સ્કિમના 10 પ્રમુખ વચનો
1. દિલ્હીના દરેક બાળકોને સારું શાળા શિક્ષણની ગેરંટી
2. દિલ્હીના દરેક વ્યક્તિની સ્વસ્થ રહેવાની ગેરંટી
3. દરેક વ્યક્તિને પીવા માટે શુદ્ધ પાણીની ગેરંટી
4. ઘરે ઘરે 24 કલાક પાણી પહોંચાડવાની ગેરંટી
5. 24 કલાક અને 200 યુનિટ ફ્રી વીજળી
6. પોલ્યુશનનું સ્તર એક તૃતિયાંશ સુધી પહોંચાડીશું
7. સ્વચ્છ અને નિર્મળ યમુના માટે કામ કરીશું
8. મહિલા સુરક્ષા માટે દિલ્હીમાં સીસીટીવી, સ્ટ્રીટ લાઈટ અને મહિલા માર્શલ
9. કાચી કોલોનીઓને પાક્કી કરવાની ગેરંટી
10. 10 લાખ વૃદ્ધોને ફ્રીમાં તીર્થયાત્રા કરાવવામાં આવશે
ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયાએ કહ્યું કે દિલ્હીમાં પાઈલટ પ્રોજેક્ટ હેઠળ કેટલાક એવા બજારો વિક્સિત કરવામાં આવશે જે 24 કલાક ખુલ્લા રહેશે. દિલ્હીને ઈકોનોમિક હબ બનાવવાની દિશામાં અમે ઝડપથી કામ કરીશું. મહિલા રોજગારને લઈને તેમણે કહ્યું કે અનેક એવી મહિલાઓ છે જેમની પાસે સ્કિલનો અભાવ નથી, પરંતુ કેટલીક મજબુરીઓના કારણે તેઓ જોબ કરી શકતી નથી. અમારી સરકાર એવી મહિલાઓને અલગ અલગ પ્રકારની નોકરીઓ આપશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે...
1. ભોજપુરી ભાષા દિલ્હીની પણ ભાષા છે અને અમે માંગણી કરીએ છીએ કે આ ભાષાને બંધારણની આઠમી સૂચિમાં સામેલ કરવામાં આવે.
2. 9મા ધોરણની વિદ્યાર્થીનીઓને ફ્રી સાઈકલ અપાશે.
3. મહિલાઓને ઘર પર કામ કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.
4. રેકડીવાળાઓને પણ કાયદાનું સંરક્ષણ આપવામાં આવશે.
5. ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવામાં આવશે.
6. નવા સફાઈ કર્મચારીઓની નિયુક્તિ કરાશે.
7. યુવાઓ માટે સ્પોકન ઈંગ્લિશને પ્રોત્સાહન
8. રેડ રાજને ખતમ કરવાની વાત
9. સિલિંગથી સુરક્ષા
10. દિલ્હીમાં 24X7 બજાર ખુલ્લા રહેશે
11. ઓબીસી પ્રમાણપત્ર માટે માપદંડો સરળ
11. 84 શીખ વિરોધી નરસંહાર પીડિતો માટે ન્યાય
12. ખેડૂતોના હકમાં ભૂમિ સુધાર અધિનિયમમાં સંશોધન
13. પાક નુકસાન પર ખેડૂતોને 50 હજાર પ્રતિ હેક્ટર હિસાબથી વળતર
14. દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો
15. ડ્યૂટી દરમિયાન જો કોઈ સફાઈ કર્મચારીનું મોત થયું તો તેના પરિજનોને એક કરોડનું વળતર અપાશે.
જુઓ LIVE TV
કોંગ્રેસ અને ભાજપને નિશાના પર લેતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે પહેલા તેઓ પોતાના મુખ્યમંત્રી પદના ઉમેદવારને જાહેર કરે. કેજરીવાલે ભાજપને ચેલેન્જ ફેંકી છે કે તેઓ કાલ સુધીમાં પોતાના સીએમ પદના ઉમેદવારની પસંદગી કરે અને હું તેમની સાથે ચર્ચા કરવા માંગુ છું. તેમણે દિલ્હીની જનતાને અપીલ કરી કે તેઓ પોતાના મતનો દુરઉપયોગ ન કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે