ભરશિયાળે મેઘો ગુજરાતના આ વિસ્તારોમાં મચાવશે તબાહી! 10 MM સુધીનો થઈ શકે છે કરા સાથે વરસાદ

Ambalal Patel Forecast: બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાયું છે. તેની અસરને કારણે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની સંભાવના છે. પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, તેલંગાણા, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પણ વરસાદની શક્યતા છે. પહાડો પર હળવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે. તેની અસરથી ઊંચા પહાડો પર હળવો વરસાદ અને હળવી હિમવર્ષા થશે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે. 

1/7
image

અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે હાલ રાજ્યમાં પવનનું જોર રહેશે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો જોવા મળશે. પરંતુ 27-28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે. દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે. અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ભારતમાં પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે. ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ કેટલાક ભાગોમાં કરા સાથે થઈ શકે છે.

2/7
image

ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને પંચમહાલના ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ગુજરાતમાં 10 MM વરસાદ થઈ શકે છે. 26 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં તાપમાન 15 થી 16 ડિગ્રી થઈ શકે છે. જ્યારે કચ્છમાં ઠંડી ઘટી 18 ડિગ્રી થઈ શકે છે.

3/7
image

25મી ડિસેમ્બરથી દેશનું હવામાન બદલાવાનું શરૂ થશે. મધ્યપ્રદેશમાં 25 ડિસેમ્બરે અને ગુજરાત અને રાજસ્થાનમાં 26 ડિસેમ્બરે વરસાદની ગતિવિધિઓ શરૂ થઇ શકે 27 અને 28 ડિસેમ્બરે પંજાબ, હરિયાણા, દિલ્હીથી લઈને ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને બિહાર સુધીના વરસાદની સાથે પર્વતોમાં હિમવર્ષા થશે.

4/7
image

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 16 થી 22 ડિસેમ્બર ગુજરાત તરફ વાદળો આવી શકે છે. જેનાથી દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. આગામી 26 ડિસેમ્બર બંગાળના ઉપસાગરમાં વધુ એક સિસ્ટમ બનવા જઈ રહી છે. જેને કારણે 26 થી 4 જાન્યુઆરી સુધી માવઠું આવી શકે છે. 4 જાન્યુઆરી બાદ ઠંડીમાં વધારો થઈ શકે છે. ઉત્તરાયણ આસપાસ પશ્ચિમ વિક્ષેપ આવતા ઠંડી વધશે. કેટલાક વિસ્તારોમાં માવઠું આવી શકે છે. જાન્યુઆરી માસ ઠંડો રહી શકે છે. એટલે કે આ મહિનામાં કાતિલ ઠંડી પડશે. 

5/7
image

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાથી સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ શીતલહેર ફેલાઈ ગઈ છે. પહાડો પર વહેતાં ઝરણાંનું પાણી બરફ બની ગયું છે. તો આ કારણે ગુજરાતમાં પણ ઠંડીનો જોરદાર ચમકારો જોવામળશે. હાલ કચ્છના નલિયામાં 6.4 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ઠરી ગયા છે. તો રાજકોટમાં 9.5 ડિગ્રી અને ભૂજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ત્યારે આ વચ્ચે ગુજરાતમાં વરસાદની આગાહી આવી છે. 

6/7
image

ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ગુરુવારે દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર નીચા દબાણનું ક્ષેત્ર પશ્ચિમ-મધ્ય ક્ષેત્રમાં હતું. તે આગામી 24 કલાકમાં તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે, જેના કારણે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે પવન અને ભારે વરસાદ થશે. ઉપરાંત, પશ્ચિમ હિમાલય વિસ્તાર અને આસપાસના મેદાનોને અસર કરવા માટે 27 ડિસેમ્બરથી એક નવું પશ્ચિમી વિક્ષેપ સક્રિય થઈ શકે છે. 

7/7
image

હવામાન વિભાગે જણાવ્યું હતું કે લો પ્રેશર વિસ્તારની અસરને કારણે 20 ડિસેમ્બરે આંધ્રપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. તમિલનાડુ અને પુડુચેરીમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ પડશે. ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 20-21 ડિસેમ્બર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં 20 થી 24 ડિસેમ્બર સુધી વરસાદ થઈ શકે છે. તેમજ આસામ અને મેઘાલયમાં 21-23 ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના છે IMD અનુસાર, જમ્મુ. કાશ્મીર અને લદ્દાખના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન માઈનસ હતું.