દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વણસી, SCએ કહ્યું- 'સંભવ હોય તો 2 દિવસનું લોકડાઉન કરો'

CJI એનવી રમન્નાએ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જણાવ્યું છે કે તમે એકલા ખેડૂતોને પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાવી રહ્યા છે, પરંતુ આ માત્ર 40 ટકા છે. દિલ્હીના લોકો પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે તમે શું કદમ ઉઠાવ્યું? વાહનોથી ફેલાતું પ્રદૂષણ અને ફટાકડાને લઈને શું?

દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ વણસી, SCએ કહ્યું- 'સંભવ હોય તો 2 દિવસનું લોકડાઉન કરો'

નવી દિલ્હી: દિલ્હી અને એનસીઆરમાં પ્રદૂષણનો કહેર વરસી રહ્યો છે. આ મુદ્દાને લઈને શનિવારે સુપ્રીમ કોર્ટમાં પ્રદૂષણના મુદ્દા પર સુનાવણી થઈ રહી છે. તે દરમિયાન CJI એનવી રમન્નાએ કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા જણાવ્યું છે કે તમે એકલા ખેડૂતોને પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાવી રહ્યા છે, પરંતુ આ માત્ર 40 ટકા છે. દિલ્હીના લોકો પર નિયંત્રણ સુનિશ્ચિત કરવા માટે તમે શું કદમ ઉઠાવ્યું? વાહનોથી ફેલાતું પ્રદૂષણ અને ફટાકડાને લઈને શું?

સુનાવણી શરૂ થયા બાદ દિલ્હી સરકાર તરફથી હાજર રહેલા એડવોકેટ રાહુલ મહેરાએ સોગંદનામામાં વિલંબ માટે બેન્ચ સમક્ષ માફી માંગી હતી. આના પર CJIએ કહ્યું, "કોઈ વાંધો નહીં. ઓછામાં ઓછું કોઈક વિચાર તો છે. તે જ સમયે કેન્દ્ર સરકાર વતી એસજી તુષાર મહેતાએ જણાવ્યું હતું કે અમે વિગતવાર એફિડેવિટ પણ ફાઇલ કરી દીધી છે.

'પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ, લોકો ઘરોમાં માસ્ક પહેરીને બેઠા છે'
સુપ્રીમ કોર્ટે પ્રદૂષણના વધતા સ્તર પર ચિંતા વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારના વકીલ તુષાર મહેતાને કહ્યું કે પ્રદૂષણનું સ્તર ખૂબ જ ખરાબ થઈ ગયું છે. લોકો માસ્ક પહેરીને ઘરોમાં બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રદૂષણને રોકવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે? CJIએ કેન્દ્ર સરકારને પૂછ્યું કે પરાલીને લઈને શું પગલું ભર્યું છે?

તેના પર કેન્દ્ર વતી કોર્ટમાં ચાર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રદૂષણને લઈને લેવાયેલા પગલાઓની માહિતી સુપ્રીમ કોર્ટને આપવામાં આવી હતી. કોર્ટે સોલિસિટર જનરલ પાસેથી પરાલી હટાવવા અને સબસિડી દૂર કરવા અંગે માહિતી માંગી હતી. તેમણે પુછ્યું હતું કે, આખરે ખેડૂતોને શું નુકસાન છે?

હું પણ ખેડૂત છું - જસ્ટિસ સૂર્યકાન્ત
CJI રમન્નાએ કેન્દ્રને કહ્યું, તમે જાણો છો કે સ્થિતિ કેટલી ખરાબ છે. પરાલી સળગાવવાને કારણે સ્થિતિ વધુ વણસી છે. આને રોકવા માટે સરકાર શું પગલાં લઈ રહી છે? આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે કેન્દ્ર સબસિડી પર મશીનો આપી રહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંતે પૂછ્યું કે તેમનો દર શું છે. હું ખેડૂત છું, CJI પણ ખેડૂત છે. શું આપણે જાણીએ છીએ કે શું થાય છે? આ અંગે તુષાર મહેતાએ કહ્યું કે, 80 ટકા સબસિડી જીતી છે.

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે કેન્દ્ર ખેડૂતો પાસેથી પરાલી લઈને ઉદ્યોગોને કેમ નથી આપતું?. કોર્ટે કેન્દ્રને પૂછ્યું કે હરિયાણામાં બાયો-ડીકમ્પોઝરનો ઉપયોગ કરતા ખેડૂતો અને જમીનની ટકાવારી કેટલી છે? આ આંકડા કેન્દ્ર દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news