દિલ્હી: અંત્યોદય ભવનના 5માં માળે ભીષણ આગ લાગી, ફાયરની 28 ગાડીઓ ઘટનાસ્થળે
દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે.
Trending Photos
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીના સીજીઓ કોમ્પ્લેક્ષમાં ભીષણ આગ ફાટી નીકળી છે. આ આગ સીજીઓ કોમ્પલેક્ષમાં પંડિત દિનદયાળ ઉપાધ્યાય અંત્યોદય ભવનના પાંચમા માળે લાગી છે. ફાયર બ્રિગેડની 28 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહી છે.
જે ઈમારતમાં આગ લાગી છે તે 11 માળની હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ આગ સૌથી પહેલા સામાજિક ન્યાય મંત્રાલયની ઓફિસમાં લાગી અને જોત જોતામાં તો આગે આખા ફ્લોરને ચપેટમાં લઈ લીધો. રાહત અને બચાવ કાર્ય માટે ઊંચી ક્રેનનો ઉપયોગ પણ થઈ રહ્યો છે.
Major Fire breaks down in #Delhi, CGO Complex - 24 fire tenders present at Pandit Deendayal Antyodaya Bhawan. As of now it started in the 5th floor. pic.twitter.com/kPAXKB4wvC
— Kirandeep (@raydeep) March 6, 2019
સોશિયલ મીડિયામાં પ્રત્યક્ષદર્શીઓએ આગનો વીડિયો પણ શેર કર્યો છે. મળતી માહિતી મુજબ આ આગ સવારે 8.30 વાગે લાગી. પોલીસે આસપાસના વિસ્તારને હાલ ખાલી કરાવી લીધો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે