Marriage Definition: વિદ્યાર્થીએ આ અંદાજમાં લખી 'લગ્નની પરિભાષા', લોકોએ કહ્યું 'આને પકડીને લાવો'
Viral Answer Sheet By Student: તેણે પોતાના મગજનો ઉપયોગ કરીને લગ્નની વિચિત્ર પરિભાષા લખી દીધી. જોકે તેનાથી ટીચર વધુ નારાજ થઇ ગઇ અને હવે વિદ્યાર્થીને ઝીરો નંબર આપી દીધો.
Trending Photos
Viral Answer Sheet By Student: લોકો લગ્ન કરે છે અને આ અવસર પર ખુશી પણ થાય છે. આ ઉપરાંત બીજાના લગ્નમાં પણ સામેલ થઇએ છીએ ત્યારે પોતાની ખુશી વ્યક્ત કરીએ છે. પરંતુ વિચારો લગ્નની પરિભાષા શું હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક એવો ફોટો વાયરલ થઇ રહ્યો છે જેણે ધમાલ મચાવી છે. તેમાં એક વિદ્યાર્થીએ લગ્નની પરિભાષા લખી છે.
ટીચરને કંઇ સમજાયું નહી
જોકે, આ ફોટાને ઘણા ટ્વિટર યૂઝર્સે શેર કર્યો છે. તેમાં વિદ્યાર્થીએ જણાવ્યું કે લગ્નની પરિભાષા શું છે. વિદ્યાર્થીએ લગ્નને ડિફાઇન કરતાં કંઇક એવું લખી દીધું કે વાંચ્યા બાદ ટીચરને સમજાયું જ નહી કે તેણે આવું કેમ લખ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું કે લગ્ન શું હોય છે અને લગ્ન કેમ કરવામાં આવે છે. એટલું જ નહી આ પરિભાષા બાદ ટીચરે વિદ્યાર્થીને આ પ્રશ્નના જવાબના બદલામાં કેટલાક નંબર પણ આપ્યા છે.
જોકે પ્રશ્ન એ છે કે લગ્ન શું છે અને તેનાનો જવાબ વિદ્યાર્થીએ લખવાનો પ્રયત્ન કર્યો છે. જવાબ જોયા બાદ ખબર પડે છે કે વિદ્યાર્થીને લગ્નનો મતલબ ખબર જ ન હતો. પરંતુ તેણે પોતાના મગજનો ઉપયોગ કરીને લગ્નની વિચિત્ર પરિભાષા લખી દીધી. જોકે તેનાથી ટીચર વધુ નારાજ થઇ ગઇ અને હવે વિદ્યાર્થીને ઝીરો નંબર આપી દીધો.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Velu (@srpdaa) October 11, 2022
વિદ્યાર્થીએ તેમાં લખ્યું છે કે લગ્ન ત્યારે થાય છે જ્યારે છોકરીના માતા-પિતા તેને કહે છે કે તુ હવે મોટી થઇ ગઇ છે. અમે તને ખવડાશી શકતા નથી. સારુ રહેશે કે જાવ અને એક એવા વ્યક્તિને શોધો જે તને ખવડાવવાનું શરૂ કરી દે. અને છોકરી તે વ્યક્તિને મળે છે જેથી માત-પિતા તેના લગ્ન કરાવવા માટે પાછળ પડે છે. હવે તુ મોટી થઇ ગઇ છે. હાલ આ આન્સર શીટ જોરદાર વાયરલ થઇ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે