રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા અમરનાથ, બાબા બર્ફાનીના દર્શન કરી લીધા આશીર્વાદ


દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ  (Defense Minister Rajnath Singh) શનિવારે અમરનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અહીં ગુફામાં હાજર પુજારિઓએ રાજનાથ સિંહના હાથે ભગવાન ભોળેનાથનું પૂજન કરાવ્યું હતું. 

 રક્ષામંત્રી રાજનાથ સિંહ પહોંચ્યા અમરનાથ, બાબા બર્ફાનીના દર્શન કરી લીધા આશીર્વાદ

શ્રીનગરઃ દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહ  (Defense Minister Rajnath Singh) શનિવારે અમરનાથ પહોંચ્યા હતા. અહીં તેમણે બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા. અહીં ગુફામાં હાજર પુજારિઓએ રાજનાથ સિંહના હાથે ભગવાન ભોળેનાથનું પૂજન કરાવ્યું હતું. આ દરમિયાન અમરનાથ ગુફા મંત્રોથી ગુંજી ઉઠી હતી. વિધિ પ્રમાણે પૂજન કરાવ્યા બાદ પુજારિઓએ તેમને પ્રસાદ અને આશીર્વાદ પણ આપ્યા હતા. દર્શન બાદ રક્ષામંત્રીએ અમરનાથ ગુફા  (Rajnath Singh in Amarnath)ના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થાની માહિતી પણ મેળવી હતી. રાજનાથ સિંહની સાથે સીડીએસ બિપિન રાવત (CDS Bipin Rawat) અને સેનાધ્યક્ષ પણ હાજર રહ્યાં હતા. 

રાજનાથ સિંહ જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર છે. શનિવારે સવારે તેઓ અમરનાથની ગુફા (Amarnath Cave) પહોંચ્યા હતા. અહીં તેમણે ભગવાનના દર્શન કર્યા હતા. પુજારિઓએ રાજનાથ સિંહને લાલ રંગની ચુંદડી ઓઢાડીને આશીર્વાદ આપ્યા હતા. બાબાના દર્શન કર્યા બાદ રાજનાથ સિંહે આસપાસમાં સુરક્ષા વ્યવસ્થાની સ્થિતિનું નિરીક્ષણ પણ કર્યું હતું. સેનાને અમરનાથમાં આતંકી હુમલાના ઇનપુટ મળ્યા છે. 

સુરક્ષાનું નિરીક્ષણ કરવા પહોંચ્યા રાજનાથ
આ પહેલા શુક્રવારે રક્ષામંત્રી લદ્દાખ પહોંચ્યા હતા. તેમણે એલએસી પર તૈનાત સેનાના જવાનોનો જુસ્સો વધાર્યો અને રાયફલ હાથમાં લઈે તેના વિશે જાણકારી પણ મેળવી હતી. રક્ષામંત્રીએ શુક્રવારે અહીં એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં જમ્મૂ-કાશ્મીરની સંપૂર્ણ સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી. પૂર્વી લદ્દાખના પ્રવાસ બાદ વરિષ્ઠ અધિકારીઓએ રક્ષામંત્રીને પાકિસ્તાન સાથે લાગતી સરહદની સ્થિતિ તથા આતંકવાદ વિરોધી અભિયાનો વિશે જણાવ્યું હતું. 

રાજસ્થાનમાં ફોન ટેપિંગ પર બબાલ, ભાજપે કરી CBI તપાસની માગ

અમરનાથ પર આતંકી હુમલાનું એલર્ટ
તમને જણાવી દઈએ કે ભારતીય સેના (Indian Army)ને કેટલાક એવા ઇનપુટ્સ મળ્યા છે, જેનાથી તે ખ્યાલ આવે છે કે 21 જુલાઈથી શરૂ થનારી અમરનાથ યાત્રા દરમિયાન આતંકીઓ હુમલાની યોજના બનાવી રહ્યાં છે. 21 જુલાઈથી શરૂ થનારી તીર્થયાત્રાની સફળતા માટે આતંકીઓની દરેક યોજનાને નિષ્ફળ કરવા માટે તે વિસ્તારમાં સુરક્ષાની જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news