દિલ્હીમાં કોરોનાના કેસમાં ઘટાડો, 24 કલાકમાં સામે આવ્યા, 4483 નવા કેસ
રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો જે રાહતના સમાચાર છે. દિલ્હીમાં શનિવારે કોવિડ-19ના 4,483 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 28 દર્દીઓના મોત નોંધાયા હતા.
Trending Photos
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે કોરોના કેસમાં સતત ઘટાડો જોવા મળ્યો જે રાહતના સમાચાર છે. દિલ્હીમાં શનિવારે કોવિડ-19ના 4,483 નવા કેસ નોંધાયા હતા. આ સમયગાળા દરમિયાન 28 દર્દીઓના મોત નોંધાયા હતા. શનિવારે દિલ્હીમાં સક્રિય દર્દીઓની સંખ્યા 24,800 જોવા મળી છે.
કોરોનાના સંક્રમણ દરમાં ઘટાડો
દિલ્હી (Delhi) ના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, શહેરમાં સંક્રમણ દરમાં ઘટાડો થયો છે. શનિવારે રાજધાનીમાંસંક્રમણનો દર 7.41 ટકા હતો. જ્યારે શુક્રવારે શહેરમાં કોરોના સંક્રમણનો દર 8.60% નોંધાયો હતો, તેના આગલા દિવસે એટલે કે ગુરુવારે આ દર 9.56% હતો. દિલ્હીમાં 4 તારીખે કોરોનાનો ચેપ દર 8.37% હતો. 3ના રોજ શહેરમાં 4099 કેસ નોંધાયા હતા. લગભગ 20 દિવસ પછી, આ કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે.
જાન્યુઆરી મહિનાનો આંકડો
માહિતી અનુસાર, દિલ્હીમાં એક મહિનામાં અત્યાર સુધીમાં 690 દર્દીઓના મોત થયા છે. જાન્યુઆરી મહિનામાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસ, સંક્રમણ દર અને કોરોનાને કારણે થયેલા મૃત્યુના આંકડા નીચે મુજબ છે.
Date - Cases/Positivity Rate/Deaths
29જાન્યુઆરી - 4483/7.41%/28
28જાન્યુઆરી - 4044/8.60%/25
27જાન્યુઆરી - 4291/9.56%/34
26 જાન્યુઆરી- 7498/10.59%/29
25જાન્યુઆરી- 6028/10.55%/31
24 જાન્યુઆરી- 5760/11.79%/30
23 જાન્યુઆરી- 9197/13.32%/34
22 જાન્યુઆરી- 11486/16.36%/45
21જાન્યુઆરી- 10756/18.04%/ 38
20 જાન્યુઆરી- 12306/21.48%/43
19જાન્યુઆરી- 13785/23.86%/35
18 જાન્યુઆરી- 11684/22.47%/38
17 જાન્યુઆરી- 12527/27.99%/24
16 જાન્યુઆરી- 18286/27.87%/ 28
15 જાન્યુઆરી- 20718/30.64%/ 30
14 જાન્યુઆરી- 24383/ 30.64%/34
13જાન્યુઆરી- 28867/29.21%/ 31
12 જાન્યુઆરી- 27561/ 26.22%/40
11જાન્યુઆરી- 21259/25.65%/23
10જાન્યુઆરી- 19166/25%/17
9જાન્યુઆરી- 22751/23.53%/17
8જાન્યુઆરી- 20181/19.60%/7
7જાન્યુઆરી- 17335/17.73%/9
6જાન્યુઆરી- 15097/15.34%/6
5જાન્યુઆરી- 10665/11.88%/8
4જાન્યુઆરી- 5481/ 8.37%/3
3જાન્યુઆરી- 4099/6.46%/1
2જાન્યુઆરી- 3194/4.59%/1
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે