પ્રમોશનમાં અનામતઃ SCના નિર્ણય પર બોલી સરકાર, અમે પક્ષકાર નથી, થઈ રહી છે મોટી ચર્ચા
પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકાર ચારેતરફથી હુમલાનો સામનો કરી રહી છે. સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સફાઈ આપતા કહ્યું કે, તે આ કેસમાં પાર્ટી નથી અને કેન્દ્ર મુદ્દા પર મોટી ચર્ચા કરી રહ્યું છે.
Trending Photos
નવી દિલ્હીઃ પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકાર ચારેતરફથી હુમલાનો સામનો કરી રહી છે. જે રીતે વિપક્ષે સરકારને ઘેરી છે, તેનાથી સરકાર બેકફુટ પર દેખાઈ રહી છે. આ વચ્ચે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સફાઈ આપતા કહ્યું કે, તે આ કેસમાં પાર્ટી નથી અને કેન્દ્ર મુદ્દા પર મોટી ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસથી લઈને એનડીએના સહયોગી પક્ષ પણ સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર વિરોધ નોંધાવી ચુક્યા છે અને સંસદમાં અનામતને લઈને કાયદામાં ફેરફારની માગ કરી ચુક્યા છે.
કેન્દ્રીય સામાજિક ન્યાય તથા અધિકાર મંત્રી થાવરચંદ ગેહલોતે લોકસભામાં આપેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જે કેસને લઈને ચૂકાદો આપ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર પાર્ટી નહતી.
Social Justice & Empowerment Minister Thaawar Chand Gehlot in Lok Sabha on SC decision that reservations for jobs, promotions, is not fundamental right: Govt is holding high level discussions on the issue. I would like to make it clear that GoI was never made a party in the case. pic.twitter.com/PqTNMDElQN
— ANI (@ANI) February 10, 2020
ગેહલોતે કહ્યું, કરી રહ્યાં છીએ મોટી ચર્ચા
તેમણે કહ્યું કે, સર્વોચ્ચ અદાલત દ્વારા નોકરીમાં પ્રમોશનને મૂળભૂત અધિકાર ન ગણાવવાના નિર્ણય પર સરકાર ઉચ્ચ સ્તરીય ચર્ચા કરી રહી છે. મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આ નિર્ણય બાદ કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો અને તેને અનામત નાબુદ કરવાની રણનીતિ ગણાવી દીધી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, ભાજપ અને આરએસએસની આ અનામત નાબુદ કરવાની રણનીતિ છે.
એલજેપી કરી રહી છે ચુકાદાનો વિરોધ
એનડીએની સહયોહી એલજેપીએ સુપ્રીમ કોર્ટના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. એલજેપી નેતા ચિરાગ પાસવાને લોકસભામાં કહ્યું કે, તે આ નિર્મય સાથે સહમત નથી. ચિરાગ પાસવાને મહાત્મા ગાંધી અને બાબા સાહેબ આંબેડકર વચ્ચે પૂણા એક્ટનું પરિણામ છે કે અનામત એક બંધારણીય અધિકાર છે. અનામત ભેટ નથી, આ બંધારણીય અધિકાર છે. તેમની લોક જનશક્તિ પાર્ટી સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સહમત નથી. કેન્દ્ર સરકાર તેના પર હસ્તક્ષેપ કરે અનામત સાથે જોડાયેલા તમામ કાયદા નવમી સૂચામાં મુકવામાં આવે. જેથી અનામત પર સવાલ ઉઠાવવાની ચર્ચા જ સમાપ્ત થઈ જાય.
શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....
પ્રમોશનમાં અનામત પર સુપ્રીમનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત દેવા માટે બંધાયેલી નથી. કોઈપણનો મૌલિક અધિકાર નથી કે તે પ્રમોશનમાં અનામતનો દાવો કરે. કોર્ટ તેના માટે નિર્દેશ જારી ન કરી શકે કે રાજ્ય સરકાર અનામત આપે. સુપ્રીમ કોરટે ઈન્દિરા સાહની જજમેન્ટ (મંડલ જજમેન્ટ)નો હવાલો આપતા કહ્યું કે, અનુચ્છેડ 16 (4) અને અનુચ્છેદ-16 (4-એ) હેઠળ જોગવાઈ છે કે રાજ્ય સરકાર ડેટા એકત્ર કરશે અને માહિતી મેળવશે કે એસસી-એસટી કેટેગરીના લોકોનું પ્રર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં અનામત આપી શકાય.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે