J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતે સેનાના જવાનના પરિવારનો ભોગ લીધો, ઘરમાં ઘૂસીને કર્યું હતું ફાયરિંગ

આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતનો ભોગ બનેલા પૂર્વ વિશેષ પોલીસ અધિકારી (SPO) ફૈયાઝ અહેમદનો પુત્ર ભારતીય સેનામાં છે.  ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ  પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી.

J&K: આતંકીઓની કાયરતાપૂર્ણ હરકતે સેનાના જવાનના પરિવારનો ભોગ લીધો, ઘરમાં ઘૂસીને કર્યું હતું ફાયરિંગ

જમ્મુ: આતંકવાદીઓની કાયરતાપૂર્ણ હરકતનો ભોગ બનેલા પૂર્વ વિશેષ પોલીસ અધિકારી (SPO) ફૈયાઝ અહેમદનો પુત્ર ભારતીય સેનામાં છે.  ગઈ કાલે મોડી રાતે આતંકવાદીઓએ  પૂર્વ સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO) ફૈયાઝ અહેમદની ગોળી મારીને હત્યા કરી નાખી. પુલવામામાં અવંતીપુરાના હરિપરિગામ નામના ગામમાં આતંકીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ફાયરિંગ કર્યું. જેમાં તેમના પત્ની અને પુત્રી પણ ઘાયલ થયા હતા. પત્નીનું સારવાર દરમિયાન મોત નિપજ્યું જ્યારે ઘાયલ પુત્રીએ આજે દમ તોડ્યો.  

હુમલો કરનારા આતંકીઓની હજુ કોઈ ભાળ મળી નથી. સોમવારે સવારે દમ તોડનારી યુવતીની ઓળખ 23 વર્ષની રફિયા તરીકે થઈ છે. મળતી માહિતી મુજબ રવિવારે રાતે જ્યારે આતંકીઓ પૂર્વ એસપીઓ ફૈયાઝ અહેમદના ઘરમાં ઘૂસ્યા ત્યારે પૂર્વ એસપીઓ તેમની પત્ની રઝા બેગમ અને પુત્રી રફિયા હાજર હતા. ત્રણે પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરીને આતંકીઓ ભાગી ગયા. 

પોલીસે ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા પરંતુ ત્યાં સુધીમાં પૂર્વ એસપીઓનું મોત થઈ ગયું હતું જ્યારે પત્નીએ સારવાર દરમિયાન દમ તોડ્યો અને પુત્રીનું પણ આજે સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું. 

સેનામાં છે પૂર્વ એસપીઓનો પુત્ર
આતંકવાદીઓએ પુલવામાંના અવંતપુરા વિસ્તારના હરિપરિગામમાં રવિવારે આ હુમલો કર્યો હતો. સમગ્ર વિસ્તારને હાલ ઘેરી લેવાયો છે અને આતંકીઓની શોધ થઈ રહી છે. પૂર્વ એસપીઓનો પુત્ર સેનામાં જવાન છે જે હાલ ડ્યૂટી પર હતો. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે તેમના પર હુમલો કેમ થયો તે અંગે તપાસ થઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી આતંકી હુમલાની ઘટનાઓમાં અચાનક વધારો થયો છે. થોડા દિવસ પહેલા પોલીસ ઈન્સ્પેક્ટરની બજારમાં ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. 

દહેશત ફેલાવાનો હેતુ
કાશ્મીર ઘાટીમાં સુરક્ષાદળોના અભિયાનના કારણે આતંકવાદીઓમાં હાહાકાર મચ્યો છે. આથી તેઓ હવે દહેશત પેદા કરવા માટે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે એસપીઓ ફૈયાઝ અહેમદની હત્યા કરીને આતંકવાદીઓ સંદેશ આપવા માંગે છે કે પોલીસ કે સેના સાથે સંબંધ રાખનારાઓને છોડવામાં નહીં આવે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news