માનવતાને શર્મસાર કરતી ઘટના, બંગાળમાં ગર્ભવતી ગાયની સાથે એક વ્યક્તિએ કર્યો બળાત્કાર

ઘટના દક્ષિણ 24 પરગના જિલ્લાના નામખાના પ્રખંડના ઉત્તરી ચંદનપિડી વિસ્તારની છે. ગર્ભવતી ગાયના માલિક દ્વારા ફરિયાદ બાદ આરોપી પ્રદ્યુત ભુઇયાની ધરપકડ કરવામાં આવી છે. 
 

માનવતાને શર્મસાર કરતી ઘટના, બંગાળમાં ગર્ભવતી ગાયની સાથે એક વ્યક્તિએ કર્યો બળાત્કાર

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં માનવતાને શર્મસાર કરતો મામલો સામે આવ્યો છે. આ સમાચાર વાંચીને તમારૂ માથુ પણ શરમથી ઝુકી જશે. અહીં 29 વર્ષીય એક વ્યક્તિની બુધવારે ગર્ભવતી ગાય સાથે બળાત્કાર કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઘટના દક્ષિણ 24 પરગના જિલ્લાના  નામખાના પ્રખંડના ઉત્તરી ચંદનપિડી વિસ્તારની છે. ગર્ભવતી ગાયના માલિક દ્વારા ફરિયાદ નોંધાવ્યા બાદ આરોપી પ્રદ્યુત ભુઇયાની ધરપકડ કરવામાં આવી છે. 

સ્થાનીક અને પોલીસ સૂત્રો અનુસાર, ઉત્તરી ચંદનપિડીના રહેવાસી આરતી ભુઇયા અને તેના પરિવારે ફરિયાદ કરી હતી કે તેનો પાડોશી પ્રદ્યુત થોડા દિવસ પહેલા તેના ઘરની પાછળ પશુશાળામાં ઘુસ્યો અને તેની એક ગાયની સાથે બર્બરતાપૂર્વક બળાત્કાર કર્યો. ફરિયાદીએ કહ્યું કે લગભગ અડધી રાત્રે બળાત્કાર બાદ વધુ લોહી નિકળવાને કારણે ગાયનું મોત થઈ ગયું હતું. 

આરોપી પ્રદ્યુત વિરુદ્ધ આઈપીસીની કલમ 377 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. ત્યારબાદ તેને મંગળવારે કાકદ્વીપ અનુમંડળ ન્યાયાલયમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાં તેને 14 દિવસની ન્યાયીક કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. ચંદનપિડી ગામના એક વ્યક્તિએ કહ્યું- પ્રદ્યુત વિરુદ્ધ અનેક આરોપ છે. તે પહેલા ખેતરમાં બકરીઓ, વાહન અને શાકભાજીની ચોરી કરી ચુક્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news