ડિયર જિંદગી: ‘ગંભીર’ ઉછેર!

ડિયર જિંદગી: ‘ગંભીર’ ઉછેર!

આપણે કેવો ઉછેર કરીએ છીએ. આપણા ઉછેરના આધાર પર. જેમ બધા જ કરી રહ્યાં છે. તેમની જેમ. જે પણ આપણને યાદ છે, જે મારી સમજમાં છે, તેના આધાર પર. હાલ જો તમે ભારતના અભિવાહકોની વચ્ચે એક સરવે કરો, જેમાં પૂછવામાં આવે કે તેમની એકમાત્ર સમસ્યા શું છે, તો નિશ્ચિત રૂપે તેમનો જે જવાબ સામે આવે છે, તે કંઈક આવો હોઈ શકે છે. 

બાળકો વાંચતા નથી. તેમનું સ્કૂલમાં પ્રદર્શન ખરાબ છે. તેઓ માતાપિતાની વાતો ગંભીરતાથી લેતા નથી. તેઓ પોતાના કામને લઈને ગંભીર નથી. આપણે બાળકોની અંદર એક ચીજ સૌથી વધુ ભરવા માંગીએ છીએ. તે છે ગંભીરતા. આપણને હસતા-રમતા, ઉછળતા, ચહેકતા બાળકો પસંદ છે, પણ બીજાના. આપણા ઘરના બાળકો પાસેથી આપણે એમ જ ઈચ્છીએ છીએ કે, જેટલું શક્ય હોય તેટલા ગંભીર રહો. કેમ કે, બસ આ જ રીતે આપણને તૈયાર કરવામા આવ્યા છે. 

યાદ કરો, જ્યારે ક્યારેક સ્કૂલમાં તે બાળકને સારો સ્ટુડન્ટ માનવામા નહોતો આવતો, જેના અંદર ચંચળતા, બાળસુલભ વિનોદ રહેતો હતો. શિક્ષકો પાસેથી તેને સ્નેહ મળતો હતો, જે હંમેશા ગંભીરતાની જર્સી પહેરીને, પોતાનું મોઢું લટકાવીને સ્કૂલના સ્કૂલની ગલીઓમાં દેખાતા હતા. આવા લોકોને આપણે અંગ્રેજીમાં ડેડ સીરિયસ ( Dead Serious) કહીએ છીએ. જેમના માટે આ શબ્દનો ઉપયોગ કરાય છે, તેમને આ શબ્દ સન્માનજનક લાગે છે. જ્યારે કે આ શબ્દ તેમના માટે ઘાતક છે. આપણે ભૂલી જઈએ છીએ કે, જે શબ્દની સાથે ડેડ ( Dead ) શબ્દ જોડાયેલો છે, તેના અર્થમાં જીવન શક્ય નથી. આવું સીરિયલ એટલે કે ગંભીર હોવું કંઈ જ કામનું નથી. 

ડિયર જિંદગી : સમજતા કેમ નથી !

દાર્શનિક બર્ટેંડ રસેલ કહે છે કે, જો તમને લાગે છે કે, તમે કોઈ મહત્વનું કામ કરી રહ્યા છો તો રજા લેવાનો સમય આવી ગયો છે. રસેલ કહે છે કે, આ ભાવથી જ આપણે ખુદને ડેડ સીરિયસ થવાથી બચાવી શકીએ છીએ. આ જ આપણને જીવંત રાખવાનો સૌથી કારગત ઉપાય છે.

આપણે ભારતીયો તો હાલ એવું લાગે છે કે, ડેડ સીરિયસ બનવા તરફ આગળ વધી રહ્યાં છીએ. આપણું હાસ્યબોધ, ચીજોની સામાન્ય રીતે ગ્રહણ કરવાની શક્તિ દિવસેને દિવસે ઓછી થતી જઈ રહી છે. આપણે ગંભીરતાને એક સંસ્કારના રૂપમાં સ્વીકાર નથી કર્યો. પરંતુ તેને એટલી માન્તા આપી દીધી છે કે, ગંભીરતાને જ બધુ માની લીધું છે. 

એક ક્રિકેટ પ્રેમી દેશ હોવાને કારણે શક્ય છે કે, આપણા ફેમસ ક્રિકેટર ગૌતમ ગંભીરનુ નામ સાંભળ્યું જ હશે. હાલ થોડા દિવસ પહેલા જ તેમણે સંન્યાસની જાહેરાત કરી. તેમના વિશે અનેક વાતો લોકો જાણતા હતા. પણ હાલ જે વાતો તેમણે કહી છે તે, હકીકતમાં ઉછેરની પાયાગત સમસ્યા છે. 

ડિયર જિંદગી: કાશ! માફ કરી દીધા હોત...

ગંભીરે કહ્યું કે, તે મેદાન પર ક્યારેય હસતા ન હતા, હસી જ ન શક્તા હતા. કેમ કે, તેમને કંઈ પણ સરળતાથી મળ્યુ નથી. દરેક ચીજ માટે તેમને આકરી મહેનત કરવી પડી છે. કેટલી મજેદાર બાબત છે.

કયા રમતમાં તમને સરળતાથી સફળતા મળે છે. ક્રિકેટમાં તો એટલી પ્રતિસ્પર્ધા છે કે, તમારામાં કંઈકને કંઈક તો વિશેષ હોવું જ જોઈએ. જો તમે કંઈક મેળવવા માટે આકરી મહેનત કરી છે, તો તમે તેમાં કેવી રીતે અસામાન્ય હોઈ શકો છો. 

આપણી સામે જે તથ્ય છે, તેનાથી આપણને માલૂમ પડે છે કે સચિન તેંડુલકર, કપિલ દેવ અને મહેન્દ્ર સિંહ ધોની તેનાથી અનેક મુશ્કેલ સમુદ્રને પાર કરીને સ્ટેડિયમ સુધી પહોંચ્યા છે.    

જિંદગીમાં સરળતાથી ક્યાં કંઈ મળી શક્યું છે. સિવાય એમને જેમને વારસામાં ધનસંપત્તિ મળી હોય. બધાને કંઈને કંઈ મેળવવું હોય છે. અને સારી વાત એ છે કે, દુનિયામાં આવું કરનારાઓની સંખ્યા વધુ છે. 

ગૌતમ ગંભીરના આ ગંભીર વલણ પર ચુટકી લેતા શાહરૂખ ખાને કહ્યું કે, હવે ગંભીર થોડા વધુ હસી શકે છે. આ બધી વાતો ત્યારે થઈ રહી હતી, જ્યારે ગંભીર રિટાયર્ડ થઈ ગયા છે. ચાળીસ વર્ષની  આસપાસના હશે. ક્રિકેટના મેદાન પર તેમના નખરીલા, ગુસ્સૈલ વલણને કારણે તેઓ મીડિયામાં પૂરતા પ્રકાશમાં આવી ચૂક્યા છે. તેઓ કેવી રીતે પોતાના ખરાબ વ્યવહારને સંઘર્ષ સાથે જોડી રહ્યાં છે. 

આ એકમાત્ર ગૌતમ ગંભીરની નહિ, પરંતુ એ તમામ ભારતીયોની સમસ્યા છે, જેઓએ કંઈક હાંસિલ કરવાની બાબતને એટલી મહત્વપૂર્ણ બનાવી લીધી છે, કે તેને પોતાના મિજાજ સાથે જોડીને ગંભીર, કઠોર બનાવી દીધું છે. તેમાંથી પ્રેમ, ઉત્સાહ, આત્મીયતાનો રંગ ઉડી ગયો છે. આપણે બાળકોને સતત ગંભીર બનાવવા માટે બેચેન છીએ. આપણે બાળકોને પ્રેમ કરવું, ખુશ રહેવાનું શીખવાડવાને બદલે તેમના મિજાજને આપણી જેમ બનાવવામાં લાગી ગયા છીએ. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news