નેપાળમાં 200-500-2000 રૂપિયાની ભારતીય ચલણી નોટ પર પ્રતિબંધ
નેપાળે 100 રૂપિયાથી ઉપરના ભારતીય નોટોના ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. નોટબંધી દરમિયાન ઘણી માત્રામાં 500-1000ની જૂની નોટ નેપાળમાંથી મળી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ પાડોસી દેશ નેપાળે ભારતીય મુદ્રાના ચલણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બે વર્ષ પહેલા ભારત સરકારે દેશમાં નોટબંધી કરી હતી અને હવે નેપાળે 100 રૂપિયાથી વધુના મૂલ્યની ભારતીય નોટો પર પ્રતિબંધ લગાવી દીધો છે. નેપાળની કેબિનેટે તત્કાલ પ્રભાવથી આ આદેશને લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.
નેપાળી અખબાર કાઠમાંડૂ પોસ્ટ પ્રમાણે, સરકારે લોકોને અપીલ કરી છે કે, તે હવે 100 રૂપિયાથી વધુની નોટ એટલે કે, 200, 500 અને 2000ની નોટ ના રાખે. એટલે કે હવે નેપાળમાં 100 રૂપિયા સુધીની ભારતીય નોટ માન્ય રહેશે.
તમને જણાવી દઈએ કે, ભારતમાં જ્યારે નોટબંધી થઈ હતી, ત્યારે નેપાળમાં મોટી માત્રામાં 500 અને 2000ની જૂની નોટ હતી. જેના કારણે તે નોટ ત્યાં અટલી ગઈ હતી. આ સમસ્યાને જોતા નેપાળમાં હવે આ નોટોના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દીધો છે.
ઉલ્લેખનીય છે કે, ભારતીય મુદ્રા નેપાળમાં સરળતાથી ચાલતી હતી. નેપાળની ઘણી બેન્કોમાં કરોડો રૂપિયાની જૂની નોટ ફસાયેલી હતી, જે પરત ન થઈ શકી. મહત્વનું છે કે, 8 નવેમ્બર 2016ના ભારત સરકારે નોટબંધીની જાહેરાત કરી હતી, જેમાં 500 અને 1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે