ડિયર જિંદગી: જે મારી પાસે છે, 'તેમાં પણ કઈંક છે'!

તે 'પરફેક્ટ ચા'થી લઈને રસોઈમાં સ્વાદિષ્ટ વ્યંજન જેવી વસ્તુઓમાં એ પ્રકારે ભળેલી રહે છે કે પોતાના સપનાઓને પંખ લગાવવાની વાત તો દૂર અનેકવાર અજાણતા  પોતાના જ પંખ કાપી નાખે છે.!

ડિયર જિંદગી: જે મારી પાસે છે, 'તેમાં પણ કઈંક છે'!

તે કમાલની ચિત્રકાર છે. ગ્લાસ પેઈન્ટિંગ પર તેના રાધા-કૃષ્ણ એવા દેખાય છે, જાણે કે ગોકુલની ગલીઓમાંથી જાણે બંસરીવાળો કનૈયો પ્રગટ થવાનો છે. આમ થવા છતાં પણ તેની પાછલી પેન્ટિંગને પંદર વર્ષથી વધુ થઈ ગયા છે. થોડા દિવસ પહેલા એક પારખી કલા વિશેષજ્ઞે જ્યારે તેમનું કામ જોયું, તો તેમણે એટલા અર્થ તારવી નાખ્યા કે તેમને પોતાના પર ભરોસો નહતો થઈ રહ્યો. તેમને લાગ્યું જાણે પોતાની 'પાંખ' તેમણે જાતે જ કાપી નાખી હતી. 

મધ્યમવર્ગીય સમાજમાં આપણે છોકરીઓને જે રીતે તૈયાર કરીએ છીએ. તેમાં તેમની અંદર લગ્ન બાદ કઈંક વિશેષ વધેલાનો સવાલ લગભગ બેઈમાની જેવો છે. તેમની પાસેથી સાસરિયામાં જે રીતે 'પરફેક્ટ' થવાની અપેક્ષા હોય છે, તેમાં તેમની અંદરના ખાસ ગુણને નિખારવાની જગ્યાએ તેમના દમ ઘૂંટવાના આસાર વધુ રહે છે. 

'ડિયર જિંદગી'ને આ પ્રેમ કહાની મધ્ય પ્રદેશના રિવામાંથી મળી છે. જેમાં એક ગ્લાસ પેન્ટિંગમાં દક્ષ યુવા ચિત્રકારની વાત તેમના મિત્રએ મોકલી છે. તેમાં તેમણે જણાવ્યું કે મધ્ય પ્રદેશમાં છોકરીઓને સાસરિયામાં સર્વશ્રેષ્ઠ આચરણ, બધાના મન જીતવાની ઘૂંટી કઈંક એ રીતે પિવડાવવામાં આવે છે કે સુશિક્ષિત છોકરીઓ સુદ્ધા આ પ્રકારના ચક્રવ્યૂહમાંથી બહાર નીકળી શકતી નથી. 

તે 'પરફેક્ટ ચા'થી લઈને રસોઈમાં સ્વાદિષ્ટ વ્યંજન જેવી વસ્તુઓમાં એ પ્રકારે ભળેલી રહે છે કે પોતાના સપનાઓને પંખ લગાવવાની વાત તો દૂર અનેકવાર અજાણતા  પોતાના જ પંખ કાપી નાખે છે.!

હું અહીં સ્પષ્ટ  કરવા માંગુ છું કે છોકરીઓના સાસરામાં સામંજસ્યપૂર્ણ વ્યવહાર, આદરપૂર્વક આચરણનો વિરોધ નથી હું નથી કરી રહ્યો, મારો સમગ્ર ભાર ફક્ત એ વાત ઉપર છે કે કેવી રીતે આપણે બધુ છોકરીઓ પર થોપી દઈએ છીએ. તેમણે બધાનું ધ્યાન રાખવાનું હોય છે, પંરતુ તેમનો ખ્યાલ કોણ રાખશે, તેની ચિંતા કદાચ જ તે કરતી હોય. તેમને જે મળી રહ્યું છે, તેને તેમના ભાગ્ય પર છોડવાનું ચલણ અત્યાર સુધી આપણા મગજની બહાર નીકળી શક્યું નથી. 

આ પરિવર્તન સરળ નથી. આ માટે આપણે રાતો રાત કોઈ પરિવર્તનની આશા ન રાખી શકીએ. પરંતુ પરિવર્તનની ગતિ ખુબ ધીમી છે! સૌથી વધુ ચિંતા કરનારી વાત એ છે કે યુવા મન હજુ સુધી સામંતી વ્યવહારથી આગળ જઈ શક્યું નથી. જ્યાં સ્ત્રીઓ આપણા માટે ફક્ત મર્યાદા, શોભા, આપણા આચરણની આજ્ઞાપાલક છે!

આવામાં તેમની અંદર એ જ ઘૂંટાતુ રહે છે , જે તેમને ખાસ બનાવે છે. દબાયેલી ઈચ્છાઓની કડીઓથી જ મનની અંદર ડિપ્રેશનના બીજ રોપાય છે. બધાની ખુશીઓનો ખ્યાલ રાખતા આપણી અંદરના ગુણની અવગણના  જીવન પર ભારે પડી જાય છે. આથી 'બધાની' વચ્ચે પણ પોતાની જાતને શોધવા માટે સમય કાઢવાનો ન ભૂલો. 

અને અંતમાં એક બીજી વાત! આપણા ઘર, પરિવાર માટે પરેશાન, ચિંતિત કરનારી ખબર એ છે કે હવે મહિલાઓમાં ડિપ્રેશન, તણવા વધવાનો દર પહેલા કરતા અનેક ગણો ઝડપથી વધી રહ્યો છે. જેના પ્રમુખ કારણોમાંથી એક વસ્તુ જેને આપણે એક હદ સુધી નિયંત્રિત કરી શકીએ છીએ તે છે; તેમના તે ગુણો, વિશેષતા પ્રત્યે આદર, સન્માન અને તેમના માટે 'પ્લેટફોર્મ'ની શોધ જે તેમને આગળ વધવામાં મદદ  કરી શકે છે. 

જ્યાં સુધી આપણે પુત્ર અને વહુ માટે એક એવી સોચ, સમજ, રસ્તો નહીં બનાવીએ, ત્યાં સુધી આપણે ડિપ્રેશન, નિરાશા, ઉદાસીને પોતાના તન, મન, જીવનથી દૂર નહીં કરી શકીએ. 

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news