Dandi March: મીઠાના સત્યાગ્રહ વિશે માત્ર 5 પોઈન્ટમાં સમજો, જે બધું તમારા માટે જરૂરી છે
12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી.
Trending Photos
ઝી બ્યૂરો, અમદાવાદઃ 12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે અમદાવાદના સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી હતી. ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીએ અંગ્રેજોના મીઠાના કાયદાને તોડવા માટે દાંડી માર્ચનું આયોજન કર્યુ હતું. વર્ષ હતું 1930 અને તારીખ હતી 12 માર્ચ. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં આ દાંડી યાત્રાની શરૂઆત થઈ હતી. આ એક એવો સમય હતો. જ્યારે દેશ આઝાદી માટે લડાઈ લડી રહ્યો હતો. એકબાજુ ભગત સિંહ જેવા યુવા નેતાઓએ અંગ્રેજોના પરેશાન કરી દીધા હતા. તો બીજી બાજુ મહાત્મા ગાંધી અહિંસાત્મક આંદોલન દ્વારા અંગ્રેજોના મીઠાનો કાયદો તોડવા નીકળી પડ્યા.
HARIDWAR YATRA: હરિદ્વારને કેમ કહે છે હર કી પૌડી? અહીંના રુદ્રાક્ષનું વિશાળ વૃક્ષ, ગુફા અને અનોખા મંદિરોના મહિમા વિશે જાણો
12 માર્ચ 1930ના રોજ મહાત્મા ગાંધીએ મીઠા પર ટેક્સ લગાવવાના અંગ્રેજોના નિર્ણય સામે અમદાવાદમાં સાબરમતી આશ્રમથી મીઠાના સત્યાગ્રહની શરૂઆત કરી. તે અંતર્ગત સમુદ્ર કિનારે વસેલા એક ગામ દાંડી સુધી 24 દિવસની લાંબી યાત્રા કરવામાં આવી. જ્યાં પહોંચીને ગાંધીજીના નેતૃત્વમાં હજારો લોકોએ અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો. આ એક અહિંસાત્મક આંદોલન અને પદયાત્રા હતી. દેશની આઝાદીના ઈતિહાસમાં દાંડી યાત્રાનું વિશેષ મહત્વ છે.
દાંડી યાત્રા માટે તમારા જાણવા જેવી જરૂરી વાતો:
1. દાંડી યાત્રા એટલે મીઠાના સત્યાગ્રહની શરૂઆત 12 માર્ચ 1930ના રોજ થઈ હતી. મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં 24 દિવસની આ અહિંસા માર્ચ 6 એપ્રિલે દાંડી પહોંચી અને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો.
2. તે સમયે દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અને કોઈપણ ભારતીયને મીઠું એકઠું કરવા કે વેચવા પર પ્રતિબંધ હતો. એટલું જ નહીં ભારતીયોને મીઠું અંગ્રેજો પાસેથી જ ખરીદવું પડતું હતું. મીઠું બનાવવાના મામલે અંગ્રેજોની મોનોપોલી ચાલતી હતી અને તે મીઠા પર ભારે ટેક્સ વસૂલતા હતા. મીઠાનો સત્યાગ્રહ અંગ્રેજોના અત્યાચાર સામે એક મોટી રેલી હતી.
3. દાંડીમાં સમુદ્ર કિનારે પહોંચીને મહાત્મા ગાંધીએ ગેરકાયદેસર રીતે મીઠું બનાવ્યું અને અંગ્રેજોના મીઠાના કાયદાને તોડી નાંખ્યો. આગળ ચાલીને આ એક મોટો મીઠાનો સત્યાગ્રહ બન્યો અને હજારો લોકોએ માત્ર મીઠું બનાવ્યું જ નહીં પરંતુ અંગ્રેજોના કાયદાના લીરેલીરા ઉડાડતાં ગેરકાયદેસર મીઠાની ખરીદી પણ કરી.
4. મીઠાના સત્યાગ્રહની શરૂઆત લગભગ 80 લોકોની સાથે થઈ હતી. જેમ-જેમ આ યાત્રા અમદાવાદથી દાંડી સુધી આગળ વધી, તેમ-તેમ 390 કિલોમીટર લાંબી યાત્રામાં લોકો જોડાતા ગયા. દાંડી પહોંચ્યા ત્યારે આ અહિંસક મીઠાના સત્યાગ્રહમાં 50 હજારથી વધારે લોકો જોડાઈ ગયા હતા.
5. મીઠાનો સત્યાગ્રહ જે પ્રમાણે કોઈપણ જાતની હિંસા વિના આગળ વધ્યો અને શાલીનતાથી અંગ્રેજોના એકતરફી કાયદાને તોડી નાંખ્યો. તેની દુનિયાભરમાં ચર્ચા થવા લાગી. આ ઐતિહાસિક દાંડી માર્ચે અંગ્રેજી શાસનને ધ્રૂજાવીને રાખી દીધું હતું. મીઠાના સત્યાગ્રહે વર્તમાનપત્રોમાં પણ મોટું સ્થાન મેળવ્યું અને તેનાથી ભારતના સ્વાધીનતા આંદોલનને નવી દિશા પણ મળી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે