Jio: 730GB સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગ, આ છે કંપનીના બેસ્ટ સેલર પ્લાન

રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને શાનદાર પ્રીપેડ પ્લાન્સની ઓફર આપી રહી છે. કંપનીના આ પ્લાનમાં બેસ્ટ ડેલી ડેટા, ફ્રી કોલિંગ અને ઘણા એડિશનલ બેનિફિટ્સ સાથે આવે છે.

Jio: 730GB સુધી ડેટા અને અનલિમિટેડ કોલિંગ, આ છે કંપનીના બેસ્ટ સેલર પ્લાન

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સને શાનદાર પ્રીપેડ પ્લાન્સની ઓફર આપી રહી છે. કંપનીના આ પ્લાનમાં બેસ્ટ ડેલી ડેટા, ફ્રી કોલિંગ અને ઘણા એડિશનલ બેનિફિટ્સ સાથે આવે છે. આ પ્લાનમાં કંપની કેટલાક Best Seller પ્લાન પણ ઓફર કરી રહી છે. તેમાં 730GB સુધી ડેટાની સાથે અન્ય લાભ પણ આપવામાં આવી રહ્યાં છે. આવો જાણીએ ડીટેલ.

જીયોનો 2399 રૂપિયાવાળો પ્લાન
જીયોનો આ પ્લાન 365 દિવસની વેલિડિટી સાથે આવે છે. પ્લાનમાં કંપની દરરોજ 2જીબી ડેટાના હિસાબથી કુલ 730જીબી ડેટા આપી રહી છે. પ્લાનના સબ્સક્રાઇબર કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે. દરરોજ 100 એસએમએસ ફ્રી ઓફર મળે છે. તો સાથે જીયો ટીવી અને જીયો સિનેમા જેવી જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

જીયોનો 599 રૂપિયાવાળો પ્લાન
રિલાયન્સ જીયોના આ પ્લાનમાં દરરોજ 2જીબી ડેટાના હિસાબથી કુલ 168જીબી ડેટા મળે છે. 84 દિવસની વેલિડિટીવાળા આ પ્લાનમાં કંપની અનલિમિટેડ વોઇસ કોલિંગની સુવિધા આપી રહી છે. પ્લાનમાં દરરોજ 100 એસએમએસ પણ ફ્રી આપવામાં આવે છે. પ્લાનની ખાસિયત છે કે તેમાં યૂઝર્સને જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ મળે છે. 

જીયોનો 199 રૂપિયાવાળો પ્લાન
ઓછી કિંમતમાં આવનાર આ જીયોનો એક શાનદાર બેસ્ટ સેલર પ્લાન છે. આ પ્લાનમાં કંપની 28 દિવસની વેલિડિટીની સાથે દરરોજ 1.5 જીબી ડેટા ઓફર કરી રહી છે. પ્લાનમાં યૂઝર્સને દરરોજ 100 ફ્રી એસએમએસ અને અનલિમિટેડ કોલિંગ બેનિફિટ આપવામાં આવી રહ્યાં છે. આ પ્લાન જીયો એપ્સનું સબ્સક્રિપ્શન પણ ફ્રી આપે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news